________________
૯૨
કંચન ને કામિની - એક પક્ષ કહે, “અરે, તલવારથી તે સડાક લેતું તમારું ગળું ‘ઉડાડી દઈએ !” - બીજે કહે, “ઉડાડ્યા, ઉડાડ્યા, અમારે લાલિયો કે જોયો છે? તમે તલવાર કાઢે કે તરત મૂડીએ એટલે તલવારના ડફ દઈને કટકા !”
તલવાર વધે કે ધોકો ?
દલીલબાજીથી છોકરાં કંઈ નક્કી ન કરી શક્યાં, પણ ઝનૂન એવું વ્યાખ્યું કે બે પક્ષ જુદા વહેંચાઈ ગયા ને પ્રત્યક્ષ લડાઈથી કોણ મોટું એનો નિશ્ચય કરવા લડવા લાગ્યાં.
વાહ, વાહ, બાળકેમાં પણ શું અપૂર્વ ધર્મની પરિણતી જાગી છે!
અમે બંને પક્ષને મહામહેનતે સમજાવ્યા, ને છૂટા પાડ્યા. અમે કહ્યું. “આ છોકરાંમાંય શું ઝનૂન વ્યાખ્યું છે ? છૂટાં પાડતાંય પરસેવો ઊતરી ગયો.”
ચીકા, પરસેવાની ક્યાં પરવા કરે છે ? આ જુદાઈ ફડવા માટે તે હવે અનેકને ઊનાં ઊનાં લેહી અર્પણ કરવાં પડશે.”
અમે વિચારમગ્ન બની સાંભળી રહ્યા. અરે ! એક નાનાશા સ કે અસત્ કાર્યનો પડઘો શું આટલે મેટે હશે? આગામી પેઢીએ કરવાનાં પ્રાયશ્ચિત્ત શું પહાડ જેવડાં મોટાં હશે ?