________________
છેલ્લું વીલ
[વાર્તા પાંચમી]
જમવા સાથે વરસાદના આગમનથી વિનાશકારી ઝંઝાવાતની આગાહી કરી શકાય તેમ, ત્રીજી વારના ટાયફડ પછી, અને એમાં પણ બે દહાડાથી ફેફસાં ધમણની જેમ ચાલતાં હોવાથી, આખરે ભેગાં મળેલાં સર્વ સ્વજનેએ એકમતે નિર્ણય કર્યો કે દરદીની જિંદગીની આશા ઓછી છે, રેગીને આસાયેશ રહે એવી સુશ્રુષા કરવી. - જ્યાંથી સાંજને સુંદર પ્રકાશ ઘરમાં આવતે, ત્યાં–પશ્ચિમની બારી તરફ–મારી ક્ષીણ આંખો લાગેલી હતી. આકાશના આસમાની ઓઢણ પર હજી પીળું સેનું પથરાયેલું હતું, ને બારી વાટે દેખાતી લીમડાની કંચનવર્ણ ડાળે હજીય ડોલીને મનને આનંદ આપી. રહી હતી.
આ પશ્ચિમાકાશ સામે નીરખી નીરખીને, રૂમઝૂમતી હવાની લહેરે નતંતી આ ડાળો જોતાં જોતાં મેં મારી કેટલીય નવલે સરજી હતી. ભેજને કારણ ફૂલી જવાથી ભાગ્યે જ બંધ થતી આ બારીએથી રાતે આકાશી પરીને, ગુપ્ત સંવનનની પ્રિયતમા બનીને આવતી, નીરખી હતી. એના તિલકમાં રહેલા ચંદ્ર ને ઓઢણામાં રહેલા તારકેએ મને અધીરયૌવના કે અભિસારિકાઓની કલ્પના આપી હતી. આ - આકાશમાં રચાતી વાદળનગરીમાંથી હું મારા વીરત્વની રતાશથી