________________
"૧૮૮
કંચન ને કામિની રજન ! તમારા જેવી પતિતાઓ જ-જે સમાજ તમને પતિતા કહેતે હેય તે-ભાવિના ઈતિહાસમાં તપસ્વિનીઓ તરીકે પૂજાશે. આઝાદીને હરએક ઉપાસક પિતાનાં કમળ-ફૂલ તમને અર્પણ કરશે. જે સમાજ તમને હીન લેખશે–એની હીનતાને આરે નહિ રહે. સિનિક દેશ માટે એક વાર મરે છે, તમે દેશની મુક્તિ માટે હર પળે મરી રહી છે. રંજન ! ઘેર ચાલ! કેસૂડે ફૂલ આવ્યાં છે.
ના, બદનામ સ્ત્રીને તારા દંભી સમાજમાં સ્થાન નથી. તારા ઘેરથી કેસુડાનાં ફૂલ લઈને આ મિત્ર સાથે બર્મા આવતી હતી, ને તું માર્ગમાં મળી ગયો. મને ભૂલી જા ! છોડી દે.”
“રંજન! હવે તને છોડી શકું એટલું હિંમતવાન હૈયું મારી પાસે નથી. તેને હું પતિતા પણ કલ્પી શકતો નથી. જે ત્યાગમૂર્તિઓ ને વેદનામૂર્તિઓનાં લેહી-આંસુ પર આ સમાજ ખડો થયો છે, એમાં તારું મહત્વનું સ્થાન છે. તેને અપમાન આપનારા પિતાની જાતનો દ્રોહ કરનારા છે. રંજન, ચાલ ”
એ હૈયાફટ સમાજ વચ્ચે જવાની વાત ન કરીશ. કનુ! તું જા ને સુખી થા! મારા અંતરની આશિષ છે ! કેઈ બીજી રંજન શોધી લેજે!”
એ નહિ બને! રંજન, જ્યાં તું ત્યાં હું. મૃત્યુ જ આપણને વિખૂટાં પાડશે. તારી સેવા કરી હું સમાજનું પાપ ધોઈશ.”
પછીની વિગતે કહે છે, કે ત્રણે જણાં સાથે રહ્યાં.
રજનને નવો મિત્ર આ અજબ પતિ-પત્નીના જોડાને હેરતથી નીરખી રહ્યો. આખરે એક દિવસ એણે એમને રાહ સાફ કરવા નિર્ણય કર્યો. એક દહાડે પેલે મિત્ર રંજન-કનુને ભળાવી બહાર ચાલ્યો ગયો તે ગયો, ફરી ન આવે!
રંજન કનુને પ્રેમ પામી ફરીથી નવા જીવનમાં પ્રવેશી. કનુ