________________
છેલ્લું વીલ
૧૦૧ ગયા હતા ને ગામમાં નાનું સરખે બાગ પણ એ હતું, અનાજ દળવાની એક ઘંટી, અડધા ગામની ઊંધ ઉડાડી નાખે તેવા અવાજથી ચાલતી હતી.
પરબડીની જગ્યાએ પાણીની ટાંકી નંખાણ હતી ને ચારામાં મોટું દવાખાનું થયું હતું. જાલમસંગ નામના એક મોટા ગરાસદારના દીકરાએ હોટલ ખોલી હતી, ને થાળીવાળું આખો દહાડો ગાણું ગાતું હતું. પાસે જ કૃપાશંકર ગોરના દીકરાએ પાનબીડીની દુકાન ઉઘાડી હતી. એક કલાલ પણ પાદરના ભાઠામાં દારૂની દુકાન ખોલીને બેઠો હતે. નિશાળ એકની બે થઈ હતી.
સુંદર ગામ સારી પ્રગતિ કરી રહ્યું છે, એમ કરશન રબારીથી લઈ કેમ્પના અમારા રેસિડેન્ટ સાહેબ સુદ્ધાં કહેતા હતા. છતાં ગમે તેમ પણ મારો જીવ ગામમાં નહોતે ઠરતે; વારંવાર પાદર તરફ નીકળી જતો. - “આજ અચાનક મથુર પટેલના ખેતરે જઈ પહોંચે. પદ્મિનીની આંગળીઓ જેવી ચોળાફળી લૂમઝૂમી રહી હતી. આસોપાલવના ઝાડ નીચે રખેવાળી માટે એક ઝૂંપડું હતું. મેં ત્યાં જઈને ખખડાવ્યું તે અંદરથી ઉતાવળા ઉતાવળા પટેલ બહાર આવ્યા. એમની આંખે લાલઘૂમ હતી. મેં ધાર્યું કે ઊંઘમાંથી ઉઠયા હશે, પણ પાસે આવતાં ભારે બબ આવી. રામજી મંદિરના આ પાકટ ભગત ખૂબ પ્રગતિ કરી ચૂક્યા છે, એની ખાતરી થઈ ગઈ. આવો બેસે વ્યવહાર થયો.
એટલામાં ઝૂંપડીની પાછળ કંઈ ખળભળાટ થયે. ચૂંપડીની પાછલી ભીંતના પૂળા ખસેડી એક બાઈ બહાર નીકળતી હતી. મેં તરત ઓળખી લીધી, ને કહ્યું:
એ, તેના બેન ?'
હા, ભાઈ, ક્યારે આવ્યા ?” એના મુખ પર ભ દાબવાની રેખાઓ હતી. એણે ધીરેથી કહ્યું: “આ ભારે ઉપડાવશે?”