________________
અપહતા.
૧૭૭ આવીને ઊભા. કલાકે ગણું એ થાકવા લાગી. હવે તે કાગળો લખે પણ મનને શાંતિ નહેતી લાપતી. સખીઓમાં ને મિત્રોમાં ફરી જોયું, પણ કનુને ચહેરે, એની રેજની મીઠી માવજત ન વિસરાયાં. જેમ તેમ કરતાં વર્ષ પૂરું થયું.
કેડે ફરી ફૂલ આવ્યાં તેય કનુ ન આવ્ય, કેવળ એક પત્ર આવ્યું :
“પેઢી મુશ્કેલીમાં છે, જેથી બીજું એક વર્ષ રહેવાની જરૂર છે. આ પછી આપણે કાશ્મીરના પ્રવાસે નીકળી ખૂબ લહેર કરશે.” કાગળમાં પૂરેપૂરું આશ્વાસન હતું.
રંજનને માથે પહાડ જેટલે ભાર લાગે. ગજબ મને મંથન થવા માંડયું. એ કનુનું નામ સ્મરી સ્મરી મનને શાન્ત રાખવા લાગી,
[૨] દિલના તફાનના દિવસે હજી પૂરા થયા નહતા, ત્યાં દેશનું તેફાન જાગ્યું. સ્વરાજના શેખીને રાજકારણના મેદાનમાં સાઠમારી ચલાવતા હતા. સ્વરાજ વિના ઉદ્ધાર નથી, સુખ નથી, શાન્તિ નથી, એમ કહેતા હતા. અને રંજનને જેમ પતિનું ઘેલું લાગ્યું હતું, તેમ તેઓને સ્વરાજનું ઘેલું લાગ્યું હતું! સ્વરાજ કઈ બેટી વસ્તુ નહતી. પણ એ મેળવવા પાછળની અદૂરદર્શિતા ખોટી હતી. | ગમે તેમ પણ સ્વરાજ ! ગમે તે રીતે પણ સ્વરાજ ! દુષ્કાળને દાઝેલે ખેડૂત જેમ જળ, જળ ને જળની વાંછા કરે, ને પછી સામે જળપ્રલય જુએ ત્યારે ?
એક દહાડો આ ચિરવાંછિત સ્વરાજ આવ્યું. લેકેએ માન્યું હવે ગરીબી ગઈ, અછત ગઈ, સૌના હક્ક સહુને મળ્યા. લેકેએ ખાધું, પીધું, ને નાચ કર્યા ! રાત સુધી પુરુષોએ ગીત ગાયાં, સ્ત્રીઓ ગરબે રમી. આજ તે રોજની ઉદાસીન રંજન પણ એમાં ભળી. સ્વરાજમાં