________________
૧૭૬
કંચન ને કામિની કેમ જશે ?કેમ રહેવાશે?”રંજન મૂંઝાતી હતી. પણ કનુને તે બ જવું અનિવાર્ય હતું.
એ રંજનને સમજાવી, પટાવી, રમાડી બમ ચાલ્યા ગયે.
રંજન કલાકે ગણવા લાગી. શરૂઆતમાં તે કેટલાય સ્ત્રીમિત્ર અને પુરુષમિત્રો આવતાં, પણ એ બહાર ફરવા ન જતી. રંજન કોલેજમાં પણ ગયેલી. મિત્રોને રાફડો ત્યારથી ફાટેલે પણ એ મિત્રો રંજનના સુંદર ગુણેના હતા, કે ગૌરવણું સૌદર્યદેહના હતા તે પ્રશ્ન હતે.
કોલેજજીવન દરમ્યાન એક ઑફેસરની ખૂબ કૃપા રંજન પર ઊતરેલી. રંજન પણ એમની કાવ્ય-સાહિત્યની છટા પર મુગ્ધ થયેલી. આ મુગ્ધતામાંથી કંઈક મેહ જન્મેલે. ઑફેસર સાહેબ એક વખત એકાંતમાં રજનના ગુણોના વર્ણનમાંથી “પાંપણ રૂપી પિયણાં ને મુખરૂપી ચંદ્ર' પર ઊતરી પડેલા.
રંજનને ખાતરી થઈ કે નવા જમાનાના આ વિદ્વાનને મન પણ સ્ત્રી માત્ર ભાગ્યા હતી ! વિદ્યા, કવિતા, કાવ્ય ને બીજી કુશળતા તે એમાં અલંકાર રૂપ ઉમેરે હતી ! ન જાણે કેમ, સ્ત્રી ગમે તેટલી આગળ વધે પણ એનું ભાગ્ય પુરુષની નજરમાંથી જતું નથી !
રંજનને બહોળા અનુભવ પછી લાગ્યું કે રૂપાળો પુરુષ, વિદ્વાન પુરુષ, શ્રીમંત પુરુષ, આમાંની એક લાયકાત પતિ તરીકેની જવાબદારી પૂરી કરવા માટે યોગ્ય નહેતી. મનભર પુરૂષ જોઈએ ! કનું સહેજ શ્યામ હતા. ઉઘાડે શૃંગાર એને આવડત નહે. મિત્રોમાં સાદો ને ભોટ લાગતે; પણ રંજનનું દિલ એના પર કયું: પછી તે બંને તન્મય બની ગયાં !
જન્મીને જેણે લેશ પણ સહન કર્યું નહોતું, સંયમને જરા પણ કેળવ્યો નહેતે, એવી રંજનને હવે મનસંયમના કપરા પ્રસંગો