________________
૨૧૦
કંચન ને કામિની
નવલની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. નવલને આમ દુઃખી તે માણેક જઈ ન શકી. સ્વસ્થ થતી એ ફરીથી એના ઉપર ઢળી પડી. એણે આંસુ લૂછી લીધાં.
માણેકે માફીયે ન આપી કે દિલાસાયે ન આવે, છતાં આપવાનું બધું આપી ચૂકી. આ સ્વર્ગ છે, કે પૃથ્વી એનું ભાન નવલને નહોતું. ભિખારીના ભાણામાં બત્રીસ પકવાન પિરસાઈ ગયાં હતાં.
જગત તો અંતરાયોથી ભરેલું છે. પણ નવલ અને માણેકના આ આકર્ષણને જગતના અંતરાય ના નડ્યા. નવલ બહુ જલદી સાજે . ભાયાત કિશનસિંહની અનુભવી અને બધું નિહાળી લીધું હતું. જોડાયેલાં હદોને ભિન્ન કરી, છુંદી નાખતાં એનું દિલ ન ચાલ્યું. - શાણા ભાયાત નવલ ને માણેકની જોડી મેળવી આપી. ગામે સેવક ને સ્વામીની પ્રશંસા કરી. રૂઢિનાં બંધને જોડાયેલાં દંપતી આકર્ષણના બંધથી બંધાયેલાં દંપતીના રસ-ઊર્મિભર્યા જીવનને શું જાણી શકે ?
પછી તે કિશનસિંહે નવલને પિતાની ઓળખાણના બળે નજી. કના શહેરમાં એક મોટા શેઠને ત્યાં નેકરી અપાવી. ગામડાની ધૂળ છોડી ચમકતી રેશની ને રેશમ જેવા રતાવાળા શહેરમાં જ્યારે નવદંપતી આવ્યાં ત્યારે બહુ હરખાયાં.
થે સમય વિત્યે ત્યાં તે નવલની મીઠી રીતભાતે અને સાચી વફાદારીએ શેઠનું મન જીતી લીધું. શ્રીમતાઈ હમેશાં જોખમમાં છવતી હોય છે. જવાબદારી સમજનાર વફાદાર નોકરનું સ્થાન ત્યાં નિરાળું હોય છે. જોખમદારીનાં કામ હમેશાં નવલને સોંપાતાં ને નવલ અણીશુદ્ધ પાર ઉતારતો. બધાં નવલનું માન રાખતાં.