________________
કામ ને પ્રેમ
૨૦૯ “બેટા, જા તે, નવલને દવા લગાડી પાટો બાંધી આવ. મારે હમણાં કામ છે.” માતાએ માણેકને આજ્ઞા કરી.
મનગમતી વાત છતાં થોડી આનાકાની બાદ માણેક દવાના પાત્ર સાથે ઉપર ચાલી ગઈ.
| નવલ નિદ્રાધીન હતો. નિદ્રામાં પણ કોઈ રમ્ય સ્વપ્નમાં હશે, કેઈ મનોહર સૃષ્ટિમાં રાચી રહ્યો હશે એમ મુખ ઉપર તરવરતું આછું હાસ્ય બતાવતું હતું. માણેકે ખાટલા પર બેસી પાટો બાંધવો શરૂ કર્યો.
એકાન્ત, આકર્ષણ ને યુવાન અવસ્થા : સાકી, શરાબી ને શરાબ-ત્રણેની ત્રિપુટી જામી. હવે શું થશે, તે કોણ જાણે? સ્વપ્નમાં પડેલે નવલ ચમક્યો. સરી જતી સ્વપ્નસ્થ સુંદરીને પકડવા એના હાથ એકદમ પહોળા થયા, ને પહોળા થયેલા હાથ એકદમ ભિડાઈ ગયા. અજાણતાં માણેકને ગાઢ સ્પર્શ થઈ ગયે.
“હાં, હાં, નવલ! આ શું કરો છો ?' માણેક સ્પર્શથી દૂર ન થતાં બોલી.
નવલ ભૂલ સમજી ગયો. અરે ! આ શું કર્યું? જીવનદાતાની પુત્રી તરફ આ વર્તાવ! અને આવા વર્તાવની સામે તો આ દુનિયામાં તલવારના ઝાટકા ઊડે ! નવલ ઓશિયાળો થઈ ગયો. એના હાથ ઢીલા પડી ગયા. શરીરે પ્રસ્વેદ વળી ગયો.
માણેક! માફ કરો. સ્વપ્નના નશાએ આ કર્તવ્ય કરાવ્યું. ખાતરી રાખશો કે ફરીથી ભૂલ નહિ થાય. તમે તે મારાં બે
માણેકે વાક્યને અડધે રાખવા નવલના હોઠ પર હાથ દાખ્યા. એ મધુર સ્પર્શસુખ માણત નવલ બબડી રહ્યો
અરેરે! મેં આ શું કર્યું? હે પ્રભો, મારા ગુનાની માફી મળશે કે નહિ ?” ૧૪