SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કંચન ને કામિની કઈને કંઈ કહેવું છે? મેં બે હાથ જોડ્યા. “તમારી મિલકતમાં શું.....” છાજલી પર પડેલા કિતાબેના ગંજ સામે આંગળી કરી, ને , ખૂણામાં પડેલા પતરાના ત્રણ ટૂંક બતાવ્યા. ને વકીલમિત્રનું મોં પાસે ખેંચી કહ્યું: “પૈતૃક સંપત્તિ સોળ વર્ષે તજી છે, અને ધંધે કોઈ ફાવ્યું નથી. એટલે મત્તામાં બીજું કંઈ નથી.” એવું કાં ?” “આપકર્મીના આદર્શને સારુ કાંઈ વિમે ?” બે હજારનો છે, પણ છેલ્લાં ત્રણ પ્રીમિયમ ભરાયાં નથી” , “સેનું-દાગીને ?” “ઘરમાં હોય છે. હા, બેબી ગયે વર્ષે માંદી પડી ત્યારે બીમારીમાં ખર્ચ થયેલું. હવાફેર માટે એને આબૂ લઈ ગયેલા. ખર્ચા માટે બંગડી ગીરે મૂકેલી. રૂપિયા લગભગ ભરાઈ ગયા છે. થોડાક બાકી હશે.” આટલું બોલતાં શ્વાસ ભરાઈ ગયે. દાક્તરે આંખ મીંચીને પડી રહેવા કહ્યું. આસાયેશ વળતાં ફરી આંખ ઉઘાડી. થોડીવારે વકીલમિત્રે પૂછ્યું: દસ વર્ષથી લેખકને ધંધો કરતા હતા, તો ઘણું લખ્યું હશે ?” રાજના નવ કલાક લેખે,’ મેં જવાબ વાળ્યો. “તે તે ઘણું હશે. તમારા પ્રથેની થોડી નામાવલિ ?” “લખ્યું તો ઘણું છે, પણ મોટે ભાગે બીજાના નામે વકીલમિત્ર ચમક્યા. તેઓ બીજા પ્રશ્ન દ્વારા ઊલટતપાસ કરવા જતા હતા, પણ દાક્તરે મુદ્દાસર પ્રશ્નો પૂછી જલદી પતાવવા કહ્યું :
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy