________________
સોનાની મરઘી
૫૫
જેવું! કેટલાકને તે બૈરીના દાસ બનીને–સસરાના આશ્રિત બનીને જીવન ગુજારવું પડતું! સત્ત્વ અને સ્નેહ વિનાનું એ જીવન–જવવામાં સાર શે! .
કેશવાને અંતરાત્મા ફફડાટ કરી ઊઠયો. એના દિલમાં કમળાની છબી દેરાઈ ગઈ. સુખમાં સાથે શોભે એવી, દુઃખમાં ઘરકારભાર ચલાવે તેવી! રાણીની રાણી ને દાસીની દાસી! વળી કમળાના મનને હું પતિ-પરમેશ્વર જેવો લાગીશ; શશિકલા સમજશે કે પિતાના બાપે સંપત્તિથી ખરીદેલે વર છે, એટલે એને મન ખાસદાર જેવો લાગીશ. મારા પુરુષાર્થની છાપ એના પર નહિ પડે! સદા નભાવવા જેવો લાગીશ!
પણ દુર્બળ માણસનું મન એવું છે, કે ઝટ ખીલે બંધાતું નથી. નિશ્ચયની પળ આવે કે આ ડાળે ને પેલી ડાળે કુદ્યા કરે છે. કેશવાનું મન એમ કૂદાકૂદ કરી રહ્યું. એ વ્યગ્ર બનીને ચારે તરફ નિહાળી રહ્યો. અચાનક એની નજર દૂર નાની ઘોડી પર બેસીને જતા ડામર શેઠ તરફ ગઈ. કિંકર્તવ્યમૂઢ બની ગયેલ કેશવાથી બૂમ પડાઈ ગઈ:
એ ડામર કાકા!' ગામડામાં વૃદ્ધને “એ ડોસા એવા તુચ્છકારથી નહિ પણ “કાકા” જેવા માનભર્યા શબ્દ સંબોધવાને સંસ્કારી રિવાજ છે.
ડામર શેઠે ઘોડી જરા વાળીને પાસે લીધી : “કેમ છો કેશવલાલ! ઘેર તે કંકુ ઘોળાઈ રહ્યાં છે, તમે અહીં કેમ?”
શું કહું?” કેશવાની જીભ થથરાઈ ગઈ.
કેશવલાલ, જે કહેવું હોય તે વિના સંકેચે કહે. કુંવારી કન્યાના સો વર ને સો ઘર. એ તે વિધાતા જ્યાં કંકુમાં પાણી ભેળવે ત્યાં ભળે. મને કંઈ ખોટું નથી લાગ્યું કે મારી દીકરીને રૂપિયે-શ્રીફળ કેમ ન લીધાં. એ તે જાણીતી વાત હતી કે મારી