________________
૫૪
કંચન ને કામિની જોઈ લીધેલી. બીજી તરફ ગાંસડે કપડાં લઈને નદીએ જોવા જતી ડામર શેઠની કમળા નજર સમક્ષ તરી આવી. પહેલીમાં નામથી વિરુદ્ધ રૂપ હતું. બીજીમાં નામ પ્રમાણે રૂપ હતું. જે કરિયાણું વહોરવાનું હોય તે કમળા બરાબર ! કરિયાવર લેવાને હેય તો શશિકલા ગ્ય હતી!
પિતાશ્રીનું વલણ શશિકલા તરફ હતું. અલબત્ત, કેશ જાણત હતો કે એમાં પિતાને જેમ પૈસાની સગવડ મળતી હતી, તેમ પિતાને પણ ધંધા માટે તૈયાર જામેલી પેઢી જડતી હતી. એ જાણતો હતો કે પિતાજીએ મુંબઈમાં લે-લાપસી વાળ્યાં છે, એટલે ત્યાં જવાય એવું રહ્યું નહોતું. ક્ષણભર કેશવાનું મન શશિકલાની પસંદગી પર પિતાની સંમતિની મહોર મારતું લાગ્યું ! કેટલાં સુખ-સગવડ ! કેટલાં માનપાન ! એના ફિલ્મી મગજે તરત જ ગીત શોધી કાઢ્યું:
નાચ લે, ગા લે મના ! ખેલ લે, ખા લે મના ! મેરે મન ડોલ રહ્યો છે !
મેરે મન નાચ રહ્યો રે ! કેશવાએ મુંબઈમાં અનુભવ કર્યો હતો કે ભણેલાગણેલાઓ જ પૈસાદાર સસરાની શોધમાં ફરતા હતા. ઝટ નોકરી અપાવે, તરત વિલાયત જવાનું ખર્ચ આપેઃ ને પછી પેઢી પર પાળેલા કૂતરાની જેમ સેનાની સાંકળે બાંધે એ જ એમને લગ્ન પાછળનો હેતુ હતે. ને માબાપે પણ દીકરીને ભણાવવાને મેહમાં ભણાવે જાય છે. પછી ભણેલા સિવાય બીજા એમને ગમતા નથી. અને ભણેલા આ રીતે વરવિક્રય કરતા ફરતા હોય છે.
કેશવ આ જમાતના ચારપાંચ જણાના સંસાર જાણતો હતો. સંપત્તિની દષ્ટિએ ઠીક–બાકી સંસારની દૃષ્ટિએ ત્રાહ્યબાબેન ભાષણો કરે ને ભાઈ લેકચર આપે, બાકી ઘરમાં ઉંદર-બિલાડી