________________
અપહૃતા
[ વાર્તા દશમી] પાટનગરીની બહાર, પરાને છેડે એક એકાંત બંગલા પર વસંતના વાયરા વાઈ રહ્યા હતા. બગીચાનું કેસૂડાનું ઝાડ કૂલથી ખીલી ઊઠયું હતું. નાનાં નાનાં ફૂલઝાડ પણ હવામાં ડોલી પિતાની મધુર સુવાસ પ્રસરી રહ્યાં હતાં.
રંજન ! આ કેસૂડાનું ઝાડ મને બહુ પ્રિય લાગે છે. તને ખબર છે? નાનો હતો ત્યારે તારી માસી તને લઈને અહીં આવેલી. આ કેસૂડે એ વખતે તે આપણે જેવડે જ! એ દહાડે મેં તને ખેળ ભરીને કેસૂડાં આપેલાં, ને તે બદલામાં મને તારી વેણીનું ગુલાબ આપેલું !”
વીસ વર્ષની ભણેલી ગણેલી રંજન કેસૂડાના થડને પકડી ઊભી હતી. એની આંખમાં આજે કંઈક શોકની છાયા પથરાયેલી હતી અને ખૂબ તેલથી સીચેલા વાળ ઠેઠ આંખ પર ધસી આવતા હતા. કનુ કેસૂડાની ફિલસૂફી પર ચર્ચા ચલાવી રંજનનું મન પ્રસન્ન કરવા માગતું હતું. એણે આગળ ચલાવ્યું : - “રંજન ! એ પછી તને યાદ છે? એક વખત આ જ કેસૂડાના ઝાડ નીચે હું ઊભો તે ને તું કહી ગઈ 'તીઃ “કનું ! બા-બાપાએ આપણને વરવહુ તરીકે પસંદ કર્યા છે.” ને મેં તને પકડી લઈ જબ