________________
મનની મેનકા
૧૭૩ એ વેળા એ ક્ષણિક અનુભવથી ત્રસ્ત થયેલા પેલા મહામાનવી, ટોલ્સય, જગતના મહાન સંત કળાકાર, એક પુસ્તકમાં પિતાના અનુભવની કથા આલેખી રહ્યા.
એમના મૃત્યુ પછી પ્રગટ કરવાનું સૂચન એ કરી ગયા. એ અનુભવ પિથીનું નામ “ડેવીલ !” શયતાન !
માણસને હમેશાં હદયમાં વસતા શેતાન અને સંત સાથે કામ લેવાનું હોય છે.