SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ કામ ને પ્રેમ ૨૧૫ કારણકે આપણને ગળથુથીમાં મળેલા સંસ્કારે જૂના છે. પણ તમારી વાતે અસરકર્તા છે.” સુશીલાએ કહ્યું : શાંતનુ રાજાની પત્ની ગંગા કેણ હતી? એ પિતાના પુત્રોને નદીમાં કેમ પધરાવી દેતી ? પછી આજની જાતીય જીવન માગતી, પણ સંતાન ન માગતી સ્ત્રીની નિંદા શા માટે ? “àફેસરને પાંખ આવી હતી. એ કઈ રસભરી, મદભરી કન્યા કે સ્ત્રીને મળતાં આમ અકાળે કૂટતા પલાશ વૃક્ષની જેમ પાંગરી ઊઠતાં. એજ શાંતન, માછીમાર કન્યા સત્યવતીને પરણ્યા. ભાગવતની કથા કહેનાર એ વાત ધીરેથી કહે છે કે એ જ સત્યવતીને લગ્ન પહેલાં, પરાશર ઋષિથી વ્યાસ નામે પુત્ર થયું હતું. કુંતીપુત્ર કર્ણ વિષે તે તું જાણે છે ને ! અવિવાહિતા કુંતીને એ પુત્ર! કુમારી માતાનું સંતાન !' સુશીલા પણ ગ્ય ગુરુની યોગ્ય શિષ્યાના ઉત્સાહથી બોલી ધ્રુતરાષ્ટ્ર, પાંડુ ને વિદુર કોણ હતા ? એ બધા રાજા વિચિત્રવીર્યની વિધવા પત્નીને ઋતુદાન આપીને વ્યાસે પેદા કરેલ પુત્રો હતા. સ્ત્રી જ્યારે સ્વતંત્ર હતી, ત્યારે અવિવાહિતા કે વિવાહિતા, વિધવા કે સધવા સર્વ અવસ્થામાં નિઃશંક રીતે વિચરતી.” તને ખબર નહિ હોય કે પાંડુરાજા જાતીય જીવન હારી બેઠેલે. ધર્મ, વાયુ, % ને અશ્વિનીકુમારએ આવીને બંને રાણીઓ સાથે નિગ સાધી મહા પરાક્રમી પાંડેને પેદા કર્યા!” નવલે ગામડાગામના પુરે હિતેને મુખે ધર્મશાસ્ત્ર સાંભળેલાં, પણ એને માટે આ પારાયણ નવું જ હતું. આ નવું જ્ઞાન એના જૂના કેટકિલા તોડી નાખવા લાગ્યું. આ પયગંબરી વાણીને એ ચાતકની જેમ પી રહ્યો. એ વેળા, સુશીલા! સ્ત્રી ને પુરુષ બંને સ્વતંત્ર હતાં. દ્રૌપદીને
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy