________________
પાપને પિકાર
૨૨૯ - કાન્તાને મન હું એક સાચે સ્નેહી બને. માણસનું મન છે ને ! એ પણ બહેલાવ માગે છે. પછી તો મન ઉદાસ થતાં એ પુસ્તક લેવાને બહાને મારી પાસે આવતી ને વિવિધ પ્રકારની ચર્ચાઓ કરતી. ચર્ચાઓ બાદ એનું મન શાંત થતું, પણ મારા દેહમાં તો ભયંકર આગ જન્મતી. વિષયનો રાક્ષસ પ્રચંડ ત્રાડ પાડી દેહ ને ઈન્દ્રિ ઉપર એકવર્ત સામ્રાજ્ય જમાવી જતો.
| મન કહેતું, અનાઘાત પુષ્પ–વણસંઘેલું તાજું ફૂલ! પુરુષ તો સદાકાળ નવાં નવાં ફૂલેનો જ શેખીને રહ્યો છે ને ? અને એટલે જ પુનર્લગ્નનો એ પ્રતિસ્પધી છે ને?
કાન્તા, આજ આમ કેમ છો ?” એક દિવસ પુસ્તક લેવા આવેલી કાન્તાને નિસ્તેજ જોઈ મેં પૂછ્યું. - કાન્તા બોલી ન શકી. રડી પડી. વિશાળ લંબગોળ નેત્રોમાંથી મેતીને જેવાં શુભ્ર આંસુ ખરી પડ્યાં. દીન-હીન મુખ કરી એ પૃથ્વી ભણું જોઈ રહી.
કાન્તા, રડશે મા. તમારાં આંસુ મારા હૃદયને વીંધી રહ્યાં છે. કોઈપણ ભોગે હું તમને મદદ કરવા તૈયાર છું.” એક હાથ એના ખભા ઉપર મૂકતાં ને બીજે હાથે એનાં આંસુ લૂછતાં હું બેલો.
દયાન દેવ બનીને, હું દૈત્યની અદાથી એની દુઃખી સ્થિતિનો લાભ લઈ રહ્યો. સ્પર્શથી જાગ્રત થયેલે વિષયને દૈત્ય સમજશક્તિને વેગળી કરી રહ્યા હતા. સમાજનાં સંતાનોને શિક્ષિત અને સંસ્કારી બનાવવાને ઠે લઈને બેઠેલે કુટણખાનાંઓ જેવો જ વ્યભિચાર ફેલાવી રહ્યા. ફરક એટલે હતો. કે ત્યાં સ્ત્રી પુરુષને ખેંચતી, અહીં પુરુષ નિર્દોષ કન્યકાને-સ્ત્રીને ફોસલાવી રહ્યા હતા. પુરુષ નિદ્ધદતાથી આગળ વધતું હતો; સ્ત્રી નિરાધારતાથી ફસાતી હતી.