________________
૨૩૦
કંચન ને કામિની હજી કાન્તા ચુપચાપ જ ઊભી હતી. એનાં મુલાયમ ગાત્રો પર મારા હાથે ફરી રહ્યા હતા. મને લાગ્યું કે મારી વૃત્તિ એને ગમી છે. - પછીને ઈતિહાસ શું કહું ? એ ગુલાબને શિયાળાની કપરી ઠંડી ચીમળાવી શકી ન હોત, એ કલિકાને જળહીન સરેવર સૂકવી શક્યાં. ન હેત, કાઈ કવ્યલેભી માળી એને અકાળે ચૂંટી શક્યો ન હતઃ પણ વિકારના મસ્ત હાથીએ એને શતધા છુંદી નાખી.
સ્ત્રી અને પુરુષના સંબંધમાં ખૂબી એ છે કે સ્ત્રીને પ્રાપ્ત કરતી વખતે પુરુષ એનો દાસાનુદાસ બનીને રહે છે. સ્ત્રી પ્રાપ્ત થઈ કે એ દેવને દેવ બની જાય છે. કારણ કે એક વખત પ્રાપ્ત કરેલી સ્ત્રી એની મિલકત બની જાય છે. પિતાની મિલકત પુરુષને પિતાની રીતે વેડફી નાખવાનો હક કુટુંબ, સમાજે, રાષ્ટ્ર આપેલ જ છે.
ઈતિહાસ વધારે ભયંકર બન્યો. લૂંટારાએ કેવળ યૌવનધન જ ન લીધું, જીવ લેવાનો પણ મનસૂબો બાંધ્યો. શિયાળના ચીધેલા માર્ગે જતાં, જ્યારે હાથી કાદવમાં ખૂએ, અને નીકળવાના માર્ગ માટે સલાહકાર શિયાળને પૂછ્યું. ત્યારે તેણે જવાબ આપ્યો : “દેવ ! મારી પૂંછડી ઝાલીને ચાલ્યા આવો.” કાન્તાને એવું બન્યું. કાન્તાએ એક દહાડો એકાન્તમાં કહ્યું:
મને બે માસ થયા છે. માટે વિચાર કરજે. મેં તે તમને સર્વસ્વ અર્પણ કર્યું છે, હવે તમે કહે તે કરીએ.”
કાન્તા, કાલે હું દવા લાવીશ, ખાઈ લેજે. પછી જરાયે વાંધો નથી. ગઈ કાલે જ પેલા “રાષ્ટ્ર ” નામના પ્રસિદ્ધ દૈનિકમાં “બંધ માસિક માંદગી ચાલુ કરવાની અફર દવા વિષે મેં વાંચ્યું છે.'
કાન્તા ગભરાઈ ગઈ બોલી ઊઠી : “ના, ના, મારાથી એ નહિ બની શકે. મને મારી નાખો પણ એ તો નહીં જ કરું. આ ભવ તે બગડ્યો છે. હવે આ પાપ કરી કેટલા ભવ બગાડું.”