________________
૨૨૮
કંચન ને કામિની
નિષ્ફર સમાજ એ કલિકાને છુંદી નાંખવા મથે છે. એને પિષીશ, પ્રફુલ્લાવીશ. એને માટે જરૂર હશે, તે આકાશના તારા તેડીશ.”
કાન્તા ! કાંઈ પુસ્તક વાંચો છો કે નહિ ?” છોકરાં ભણાવનાર માસ્તર જાણે પડોશીની છોકરીને ઊઠાં-અહિયાં ભણાવવા મથતો હતો.
ના, જી. મારી પાસે તેવાં પુસ્તક નથી, પછી શું વાચું ? ગુરુ વિના જ્ઞાન ક્યાંથી? મારે તે તમારા જેવા ગુરુ જોઇએ. કાન્તાએ જવાબ વાળ્યો. આ જવાબ મનગમતો હતો. આજે પણ મને કઈ પૂછે તે જરૂર કહીશ કે એમાં વિકારની જરાયે ગંધ નહતી. એક બહેન પિતાના ભાઈને જેટલા વિશ્વાસથી ઉત્તર આપે, પુત્રી પિતાને જેટલી નિખાલસતાથી જવાબ વાળે એવો જ એ ઉત્તર હતો.
“મારી પાસેથી ચોપડીઓ લઈ જાઓ, પણ વાંચે. તમારા જેવાં જ જ્યારે કાંઈ કરશે ત્યારે પાછળના માણસને માર્ગ સરળ થશે.”
આ પછી તે સંબંધ વધ્યો. ગાઢ થયો. પુસ્તકોની આપલે થવા લાગી. પુસ્તક સંબંધી ચર્ચાઓ થવા માંડી, ને ધીરે ધીરે ચર્ચાઓ આગળ વધવા માંડી. નવલિકા ને નારી આજે વધુ ને વધુ નગ્નત્વમાં રાચે છે. એટલે આજના સાહિત્યમાં શૃંગારનું જ પ્રાધાન્ય હેય ને! અવારનવાર રસ સંબંધી પણ વિવાદ ચાલતો. શરૂઆતમાં શાન્ત, વીર, અદ્ભુત ને ધીરે ધીરે શંગાર !
ચકલી ધીરે ધીરે જાળ તરફ આવી રહી હતી. ત્યાં તો અચાનક કાન્તાના પિતા હૃદયરોગથી મૃત્યુ પામ્યા. કાન્તાની જીવનવાડીમાંથી પ્રેમનો પુંજ ઊડી ગયે. આશાની ને આનંદની ક્યારીઓમાં વિષાદનાં વિષ ઊભરાયાં.
કાન્તા ત્યારથી ઉદાસ રહેવા લાગી, સમય મળતાં મેં એને બનતું બધું આશ્વાસન આપ્યું. મેં સ્નેહી બની કાન્તાના જીવનને સહારો આપવા જેવો છલ ર.