________________
સેનાની મરઘી
૪૧ ઘોડાગાડી વેગમાં ચાલી. વખતચંદ શેઠનું હૈયું પણ વેગમાં હતું. જમાઈ એક સુધરેલે, બીજે જૂનવાણ–બેમાં કયામાં વધુ ખર્ચ આવે એને અડસટ્ટો મનમાં ને મનમાં તેઓ કાઢતા હતા.
શણગાર શેઠાણું જાણે સ્વયં ગામની દીકરીઓના ઉદ્ધારક બનીને આવ્યાં હતાં. દીકરીઓ મોટી થવાથી વર્ષોથી તરફડી રહેલાં મા-બાપ માટે શણગાર શેઠાણું આષાઢ મહિનાની પહેલી વાદળીની જેમ વરસી રહ્યાં હતાં. સવાર થતું ને બારણા પાસે બેચાર દીકરીના બાપ ખડા જ હોય. ઘરમાં મેટરના પેટ્રોલ જેટલું પાણી ભલે ન હોય, પણ ભલા માણસે મેટર બાંધીને આવીને ખડા હોય. ને બે હાથ જોડી પિતાની કન્યાને જેવા પધારવા માટે આગ્રહ-આજીજી કરતા હોય.
“ભાઈ મુરતિયા ક્યાં રેઢા પડ્યા છે? અને તે વળી શહેરમાં રહેનારા તે મળવા મુશ્કેલ! તેમાંય બે પૈસાના જીવવાળા તે શોધ્યા પણ ન જડે! આ તે હામ, દામ ને ઠામ ત્રણે દીકરીને બાપ એ ન ઈચ્છે !” " શણગાર શેઠાણીને ઘણેખરે સમય આ પરીક્ષાઓમાં વીતી જતો. અને એ રીતે ધીરે ધીરે એમણે ટાળી ટાળીને માત્ર બે કન્યાઓ ઉપર નજર ઠેરવી હતી : એક વખતચંદ શેઠની દેખાવડી નહીં એવી શશિકલા પર ને બીજી ડામર શેઠની રૂ૫ભરી કન્યા કમળા પર. એક ઠેકાણે ઢગલાબંધ કંચન હતું, બીજે ઠેકાણે રૂપે રંગે રૂપાળી કામિની હતી.
જાણે કંચન અને કામિની હેડે ચડ્યાં! શું લેવું તે શું છાંડવું?
અને આમ છતાંય, વાસ્કો-ડિ-ગામાની જેમ, નવી નવી કન્યાઓની શોધ અને પરીક્ષા તો ચાલુ જ હતી. શણગાર શેઠાણીની કુશળતા પણ એવી હતી કે જેવા ઘેર જતાં તેવાં બની જતાં, કઈ ગરીબ ઘેર જતાં તે કહેતાં