SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કંચન ને કામિની “ભાભી, ચાની તૈયારી કરે.” ઓતમચંદ શેઠે કહ્યું. “ના, શેઠ ! જુઓ રાત ટૂંકી છે. કાલે સવારે કામ પતાવી અમારે દશની ગાડીમાં પાછા ફરવું છે. માટે પહેલાં નક્કી કરે !' સવારે થશે, એમાં શી ઉતાવળ છે?” શેઠાણીએ કહ્યું. આ સાંભળી મહેમાને ઊંચા-નીચા થઈ ગયા. ના. તે એ ન બને! સારાં કામમાં સે વિન! ગામમાં ચૌદશિયા ક્યાં ઓછા છે? વાતવાતમાં બધું બગાડી મૂકે ! અમારે નાક નથી કપાવવું. કેમ ઓતમચંદ શેઠ ?” સાચી વાત, સાચી વાત, મારા ભાઈ આ તે વાવાળાનું ઘર ! થાન–ચોટીલામાં પાનાશેઠને કોણ ન ઓળખે ! પાંચ પાંચ પેઢીની પૂરી ખાનદાની ! અને ભાભી; કંકુમાં પાણી ભળતું હોય તે ભળવા દે ને! શાસ્ત્રમાં કહ્યું છે ને કે શુભસ્ય શીઘ્રમ!” તમશેઠે પિતાનો મુસદ્દીવટનો બીડો ધીરે ધીરે ખોલવા માંડયો. “આમ આવજે,” શેઠાણીએ ધીરેથી ઓતમચંદને ઓરડામાં બોલાવ્યા અને કહ્યું: “લેકે વાત કરે છે, કે પાનાશેઠની ઉંમર બેંતાલીસની છે. તમે જાણો છે ને, લાડકીને આવતા ભાદરવે હજી અઢારમું બેસશે.” લેકે શું વાત કરશે ? કે તે પેટબન્યા છે, કોણે બંતાલીશ કહ્યાં? એ તો હશે ૩૦-૩૫, પણ ખાધે-પીધે સુખી એટલે હાડ ઊકળતું દેખાય! આપણી લાડકી અઢાર-વીસ વર્ષની અને શેઠ ૨૫-૩૦ વર્ષના ! આમાં ક્યાં કજોડું છે?” ઓતમચંદ શેઠે લેકેનાં લેણદેણનાં ખાતાં સરભર કરવાની શક્તિનું અઠું પ્રદર્શન રજૂ કર્યું. સરપંચાં પચાણુંની જેમ અઢાર અને બેંતાલીસનો મેળ મેળવી દીધો. અને ભાભી, જરા ઓરાં આવો. મેં પાનાશેઠને કીધું છે, કે અમારે દીકરીની પાઈ અને ગાયનું રગત બરાબર છે. અને એમણે પણ કહ્યું કે એની ચિંતા નહિ. તમારી ભાભીનું સુખદુઃખ એ
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy