________________
ત્યકતા
२६3
એ શ્વાસ લેવા ભી, ફરી પાછું શરૂ કર્યું. મેં એને બોલવા દીધી. બેલવાથી એનું ભરેલું અંતર ભલે ખાલી થાય.
મનુભાઈ! ભર્યા જગતમાં મારું કઈ નથી. પલંગ નીચે ઝેરનો ચાલો તૈયાર છે. તમારા પવિત્ર હાથે મને અમૃત ગણીને પાઈ દે. નિરાંતે તમારા પગ પાસે સૂઈ જાઉં. અન્યાય, વિશ્વાસઘાત અને અત્યાચારનું જગત મૂકી કોઈ અનેરું વિશ્વ શોધવા ચાલી જાઉં. મનુભાઈ! સુખી રહેજે ! પરમેશ્વર તમારું કલ્યાણ કરે!”
એ ચૂપ થઈ. હું અવાફ બની રહ્યો ! આકાશ સામે એકીટસે જોઈ રહ્યો.
ક્ષણવાર મને લાગ્યું કે નામંડળ પર કોઈ આકૃતિઓ ધીરેથી સરતી હતી. મારાં કલ્પનાચક્ષુને એ આકૃતિમાં રતિ કલાપી નજરે પડ્યો, ગંભીર ગોવર્ધનરામ દૃષ્ટિગોચર થયા, સંસારસુધારા માટે બાથોડિયાં ભરતે નર્મદ પસાર થતો દેખાય. પિતાના સંસારના ગુલ પર ખાર રાતે જેનાર અદ્વૈતમાર્ગી મણિલાલ નજરે પડ્યો છતાં સહુ નિષ્ફળ! કોઈ અદશ્ય કરુણ ગાન કાનમાં આવવા લાગ્યું.
મુજ જેવું વૃત ઘણાકનું, સુણશો પૂછે આ દેશમાં, પરદેશી સજજન ! હિંદુએ ગાળે જ જીવન લેશમાં; નરજાત સુખી અહીં હશે, કદી મહાલતી સ્વચ્છેદથી. પણ નારીને રોવા વિના, બીજાં કર્મમાં કંઈ છે નહિ.”
અવાજ રે સંભળાવે. વાતાવરણ કાંપતું લાગ્યું. ફરીથી અવાજ ઊઠ્યો -
વહાલાં, હાય અરે ! અરે વહાલાં ઉરે ચીરતાં. ભૂલેની જ પરમ્પરા જગત આ, એવું દીસે છે પિતા ! “અહ! શ્રદ્ધા અને સ્નેહ ક્યાં, જગત આખું અકસ્માતનું; જે પ્યાલું મને મળ્યું મરણનું, તે હુંય માગું પ્રભુ!