SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મનની મેનકા ૧૭૧ મોડી પડેલી પેલી સુંદરી ડેમના ખેતરને પેલે છેડેથી ઘેર જતી દેખાઈ. આ માનનીય ઉમરાવનું મન બેકાબૂ બની ગયું. વર્ષોની લાજ ક્ષણમાં છેવાઈ ગઈ. જીવનના સંસ્કાર પળમાં જૂઠા પડી ગયા. અંતરમાં જાણે શાસન અન્ય કેઈ નું સ્થપાઈ ગયું. એમનું કહ્યું કેઈ ન સૂણે તેવું થયું. હૃદયપ્રદેશમાં કોઈ ભયંકર બંડ ખડું થયું. વૃદ્ધ ઉમરાવને એક તરફ કોઈ પરવશ કરી રહ્યું હતું, બીજી તરફ પ્રાર્થનાઓ ચાલુ હતી, પણ જાણે મહા હુતાશનમાં અંજલી જળની આહુતિ નિરર્થક હતી. અંતરના મેદાનમાં કોઈ બે મલ્લકુસ્તી જમાવી રહ્યા હોય, તેમ અમીરને લાગ્યું. એક કહે, “ખેંચી રાખ,” બીજે કહે, “છૂટા દેર મૂકી દે.” પણ બીજો બહુ બળિયા નીકળે. એણે વૃદ્ધ ઉમરાવનાં ધોળામાં ધૂળ નાખવા જેવું કર્યું. એક વાર એ દેખાવડી ડેમનાને એમણે મેંએથી સિસોટી વગાડીને બોલાવી. પછી એક પગલું આગળ વધ્યું. એ દેખાવડી સ્ત્રી સાથે વાર્તાલાપને પ્રસંગ યોજાયો. જુવાન સ્ત્રી તે ખુશામત ને મીઠી મશ્કરીની ચાહક. ઉમરાવે એ શરૂ કર્યું. વાત વધી. સંસાર ભુલાય. તુંહી તુંહી રટણ ચાલ્યું. આખરે એકાંતમાં મળવાના કોલ અપાયા. મનના મેદાન પર યુદ્ધ ચાલુ જ હતું. ઘડીમાં એક છતતે, ઘડીમાં બીજે બાજી મારી જતો. [૩] કલની ઘડી આવી પહોંચી. અંતર પર કેઈ કાબૂ જમાવી બેઠું. ઉમરાવ વાયદા પ્રમાણે ડેમનાને મળવા ચાલી નીકળ્યા. વચમાં પુત્ર મળ્યો. એણે કહ્યું
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy