SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ કંચન ને કામિની બીજે દિવસે જ્યારે તેઓ ફરી જાગીરમાં ફરવા નીકળ્યા, ત્યારે અચાનક પેલી રસોઈયણ સ્મરણમાં આવી. આજે ત્યાં જવાની જરૂર નહતી; પણ અકળ રીતે પગ તે તરફ ખેંચાયા. કંઈ જરૂર નહોતી; તેય એમ ને એમ તેઓ ધીરે ધીરે રસોડા તરફ ગયા, ને ગઈ કાલની માફક પ્રવેશદ્વાર પર ઊભા રહીને થોડીવાર બધું નીરખી રહ્યા. પિલી ચંચળ રસોઈયણ એ જ ચપળતાથી આજે પણ કામ કરી રહી હતી. પ્રવેશદ્વાર તરફ એની પીઠ હતી. તંગ આસમાની કૂરતું ને ચપચપ પહેરેલે કોટ એનાં ખીલી રહેલાં અંગેને જાણે એંટી જઈને ફાટફાટ થતાં હતાં. નિયમ મુજબ સમય થતાં ઉમરાવ પાછા ફર્યા, પણ આજે પાછા ફરતાં કંઈક મન ખેંચાયું. આંખે જાણે કોઈ સ્થળે ચટેલી લાગી. જીવનમાં ન અનુભવે કઈ સુસવાટ ગાત્રોને કંપાવી રહ્યો. ત્રીજે દિવસે સ્વાભાવિક રીતે એનું નામ પુછાઈ ગયું. બીજા રસોઈયાએ જવાબ આપ્યો. “માલિક, એ આ રસોડામાં નવી આણેલી રસોઈયણ છે. એનું નામ ડોમના.” થોડાક દિવસે આ રીતે વીતી ગયા. રોજ એ અમીરની બે આંખે રસોડાના દ્વાર પર જઈને પેલી ચપળ સ્ત્રીને નીરખી રહેતી. વસંત પાંગરતી જાય ને કેસૂડે જેમ પિતાનું રૂપ કાઢયે જાય, એમ આ રસોઈયણ રૂપ બહેકાવી રહી હતી. એના મીઠા અંગુર જેવા ઉપસેલા એઠ, કાળી કાળી અખ, ઉમરાવના દિલને અજાણે કાબૂમાં લઈ રહી હતી. ૨] અંતરમાં આજે કઈ ખળભળાટ કરતું હતું. વાતવાતમાં મોડું થઈ ગયું હતું, ને રસોઈઘર સુધી જઈ શકાયું નહોતું. કામ કરનારાઓ છૂટી ગયા હતા.
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy