________________
૩૩
સેનાની મરઘી
મુંબઈમાં વેપાર હશે?” અમૃતલાલ મોદીએ વાર્તાલાપની તક ઝડપી.
“હાં, પેઢી!' શણગારે ટૂંકો જવાબ આપી વાર્તાલાપ ત્યાં પૂરે કર્યો. પણ અમૃતલાલ મેદીનાં સહધર્મિણી સમુ વહુ, કે જેઓ છોકરાંને ચામાં બોળીબળીને ગાંઠિયા ખવરાવવામાં પડ્યાં હતાં, તેમણે પતિદેવને ધીરેથી ગળામાંથી અવાજ કાઢીને કહ્યું: “અજાણ્યાં બૈરાં સાથે વાત કરતાં શરમાતા નથી ! મૂઓ આ શહેરી બૈરાંનેય લાઇમલાજે હેત નથી. ભાયડાના હાથે હાથ લે છે!”
સમુવહુએ પિતાના શીલની રક્ષા માટે સંસારના પુરુષો માટે માત્ર વહેમ ને ઘણા કેળવી હતી. અને બંને પતિપત્નીએ એકબીજાની સોદિત ચોકી કર્યા કરીને, બિલાડી-કૂતરાની ખાસિયત રાખતું દાંપત્ય નભાવ્યું હતું. તેમણે પતિને વિશેષ સંપર્ક સાધતે વારવા, પોતે શણગાર સાથે સીધો સંપર્ક સાધ્ય. - “બેન, કેટલાં જણ્યાં છે?” જૂના જમાનાની સ્ત્રીઓ વચ્ચેના વાર્તાલાપને પહેલે પ્રશ્ન સમુએ પૂછ્યો.
ત્રણ !' શેઠાણીએ પિતાને સોપારીને દૂધભર્યા ટુકડા પૂરા પાડનાર સટ્ટહસ્થની વહુ પ્રત્યે વાતચીતની ઉદારતા દર્શાવી.
બાબે તે પાંચ વર્ષને હશે? એના પછી...”
એના પછી શું ? પછી આપણે તે મનખો હશે કે નહિ? અમારી મુંબઈમાં તે હવે બે જણ્યાં થયાં કે બસ એપરેશન કરાવી લે ! નહિ તે માણસમાંથી જતાં રહીએ, બેન !'
સમુવહુ કે જેનું સાતમું સંતાન ખોળામાં ધાવતું હતું ને આઠમું ધાનમાં હતું, એણે પિતાની ધાર્મિકતા દર્શાવતાં કહ્યું? “પણ એમાં પાપ નહિ ?'
એ બધું તમને ગામડિયાં ભોથાંને સોંપ્યું ! અમારી મુંબઈમાં