________________
કંચન ને કામિની કર્તાની અદાથી પિતાને ગરે ગરે હાથ ઊંચો કર્યો. આખા ડઓને ક્ષણભર લાગી ગયું કે આઝાદ ફેજનાં કઈ વીર નારી અહીં આવી બિરાજ્યાં છે !
કાંગ્રેસવાળાની વાત ને, હા બેન !' ડબ્બામાં બેઠેલા છવા ઘાંચીએ અને વસ્તા શેઠે ટહુકે પુરાવ્યું. વાટ ખુટાડવા માટે એમને સરસ વિષય મળી આવ્યો. હેમલા ઢેઢથી માંડીને ઉજી ડોશી સુદ્ધાંએ રાજકારણની બાબતમાં પિતપોતાનું પાંડિત્ય દર્શાવવા માંડયું.
પં. નેહરુના ભાષણની આલોચના, વલ્લભભાઈનું વીરત્વ, પાકિસ્તાની પ્રધાનોની ચાલબાજી, કટ્રેિલના કેરને કપાસિયાની મોંઘવારી સુધી ચર્ચાઓ ચાલી.
કયા અમલદારના સાળાએ કેટલા લાખ એકઠા કર્યા. કયા બાંધકામમાં ચૂનાને બદલે મારી ઘાલી કંટરાક્ટર ને ઈજનેર બધે લાડો જમી ગયા. આવી અનેક વાતે વહી નીકળી. વાત કરનાર દરેક જાણે પિતે જોયેલી વાત ન હોય તેમ કહેતા
સરકાર આપણને પૂછે તે હમણાં સૂઝ પડે ! અરે, અમારા મુંબઈમાં કેટલીક વાતું એવી ચાલે છે કે અમને બૈરાં માણસને સમજણ પડે પણ સરકારનાં માણસોને ન પડે!” શણગાર શેઠાણીએ ઉપસંહાર કર્યો, ને કેશવાને ટપાર્યો: “જા ને, સારી સોપારી હોય તો લાવ ને!'
બેનએમાં ખાટશો નહિ ! મારા બેટા ખરીદાટ આપશે. બે ચાર ટુકડા હું આપું.” પડખે બેઠેલા અમૃતલાલ મોદીએ ખિસ્સામાંથી ટુકડા કાઢી સામે ધર્યા. થોડીક આનાકાની પછી જાણે અમૃતલાલ મોદીને ઉપકૃત કરતાં હોય તેમ શણગાર શેઠાણીએ કળાભરી રીતે બે ટુકડા લીધા. ટુકડા લેનારી સુંદર આંગળી પરની હીરાની વીંટીઓ ઝગઝગાટ કરી ઊઠી.