________________
સેનાની મરઘી
વર્ષની હતી, પણ બાંધી દડીનું ઘાટીલું દેખાવડું શરીર હતું. મુંબઈના પાણીએ એમાં ગોરાપણું ઉમેર્યું હતું; ને શહેરી ટાપટીપે એમાં ફેશનની સજાવટ કરી હતી.
જેનારની આંખ ને વાત કરનારનાં મન શણગાર શેઠાણીનાં રૂપ, છટા ને રેબ પાસે ઠરી જતાં ને એ જવલંત પ્રતિભાને નમી પડતાં. - રેલગાડીઓમાં હમેશાં જવાય છે તેમ આવી પ્રતિભાઓ વગરસત્તાએ રાજ ચલાવતી હોય છે. આજુબાજુનાં તમામ માણસોને એ વશવત કરી નાખે છે.
કઈ જુવાનિયા સ્ટેશને સ્ટેશને એમને માટે પાણી લાવવાની સેવા બજાવવામાં આનંદ લે છે; કેાઈ એમના બાબાને માટે ઘડ્યુિં બાંધવાની સેવા મેળવવા માટે બે પગે સજજ હોય છે, કોઈ પિતાની પાસેની પીપરમીંટ કે ખાવાનું આપી એમનાં બાળકને પિતાની પાસે ખેંચી એ રૂપ પ્રતિભાની સત્તાને જાણે-અજાણે સલામી આપે છે! કેઈ સામાનની હેરફેરમાં હોંશે હોંશે મજૂર બની બેસે છે ! પણ એથી અહીં કેઈ વચ્ચે બૂરી ભાવનાને સ્થાન હોતું નથી. સૌંદર્યની નિખાલસ સત્તાનું માત્ર પ્રદર્શન રચાય છે. પુરુષ ને પ્રકૃતિને સ્વયંસિદ્ધ શાસિત સિદ્ધાંત અહીં ફલિત થાય છે. અને આ બધું નગરનિવાસી જને માટે છે. નહિ તે કઈ ઘૂંઘટપટધારિણી ગામડાની ગોરી કે કાઠિયાવાડની સ્ત્રીને એટલી સેવા માટે પૂછવામાં ભારે જોખમ રહેલું હેય છે, ને ભૂલે ચૂકે બૂઢાંખમ બૈરાંને પગ અડી ગયો તે મરવા જેટલું જોખમ ત્યાં ખડું હોય છે!
આ તે માણસને ખાવાનું પાન છે કે બકરાંને ચાવવાનાં પાંદડાં છે!' શણગાર શેઠાણીએ પોતાના ચિરંજીવી કેશવાને ધમકાવતાં કહ્યું: “જેત નથી, આ ચા પણ શું લાવ્યું છે ! જાણે ચોળાનું ઓસામણ! આ કોગ્રેસવાળા દુનિયા આખીના કાયદા કરે છે. તે આના કાયદા કેમ કરતા નથી ?” શણગાર શેઠાણીએ કઈ ભાષણ