________________
૨૨
કંચન ને કામિની પવિત્ર ભભૂતથી આપણને શાંતિ વળે !” દેડીને મનસુખે દ્વાર ખેલી નાખ્યાં. હવાના સુસવાટા સાથે વરસાદની ઝાપટ અંદર આવી. ઘરનો દી હેલવાઈ ગયો.
મેના, ચાલવું હોય તો ઝટ ચાલ ! અંધારે અંધારે નીકળી જઈએ. કોઈ જોઈ જશે તે પાછાં પકડી આણશે, ખીલે બાંધશે ને ફરી ડાહ્યાં કહ્યાગરાં પશ બનાવી દેશે! કંચન ને કામિની ! એણે જગતને ભમાવી નાખ્યું છે !'
મનસુખે જોરથી દેટ મૂકી. મૂઠીઓ વાળીને ભાગે.
મેના પણ દેડી. વરસાદ ચાલુ જ હતો. મેનાને પગ સુંવાળી માટીમાં લપસ્ય. એ પડી. પાછળથી આવતી માતાએ એને ઉઠાવી
લીધી.
સાબરમતીમાં પાણી વધ્યાં હતાં. નદીઘાટના સ્મશાન પર પાણી ફરી વળ્યાં હતાં.
મેના, જોયું ને ! મારી આશાની ભસ્મ-તે પણ સરિતા છલ કરીને લઈ ચાલી. તારી માની જેમ એ પણ માતાની જાત ખરીને ! એ એને સાગરમાં નાખી દેશે; બિચારી ખારી ધૂધ બની જશે. હું ઝટ રોકવા જાઉં છું !”
મનસુખ પાણીમાં પડ્યો. મેનાને બાપ એને રોકવા ધસ્યો, પણ પાણ વધતાં હતાં, ને મનસુખની ઝડપ ગજબ હતી. થોડીવારમાં એ અદશ્ય બની ગયે.
મા, મને જવા દે. એ ગયા.” બેટા, ગાંડપણ જ એવું છે. ગાંડાની સાથે કંઈ ગાંડા થવાય છે ?”
આજ મને સમજાયું કે એ ગાંડા હતા ત્યારે જ ડાહ્યા હતા. મા, મને જવા દે, હવે મારાથી નહિ જિવાય !”
એ તે એમ લાગે, બેટી! સંસારમાં તે મસાણિયો વૈરાગ્ય