________________
૨૩
કંચન ને કામિની છે. તાજે ઘા વધુ કળે. કાલ તારું મન ઠરીઠામ થશે. બાકી અમને પણ કંઈ આ બધું સારું લાગે છે? બેટી, તને સુખી કરવા ઘણું કર્યું, પણ નસીબમાં સુખ લખાયેલું નહિ, ત્યાં કોનો વાંક કાઢીએ! ગુલાબના ગોટા જેવી બબે દીકરીઓનો ભવ બાળ્યો તેય એક અભાગિ જીવ સુખી ન થયો !”
અભણ માતાની જીભમાં વ્યવહારનું સત્ય હતું. મેનાએ છૂટવા ધણું કર્યું, પણ એ છૂટી ન શકી. સહુ રોયાં, કૂટયાં, ધમાધમ કરી ને દડાદોડ કરી. પણ મનસુખ જીવતો કે મૂએલે ન મળ્યો તે ન મળ્યો.
ધીરે ધીરે વિસ્કૃતિન પદે પડવા લાગે.
મેના થોડા દહાડા માના ચોકીપહેરા નીચે રહી. ધીરે ધીરે એનું મન કર્યું, અથવા એમ કહીએ કે મરવાના મનસૂબા એણે છોડી દીધા. સંસારમાં એટલું ઘણું છે.
મનસુખ તે ગમે તે ગયે. અને ભલા, એવા ગાંડા ચાલ્યા જાય એથી સંસારના ડાહ્યાઓનું ગાડું ડું થંભે છે!
વાત કહેનારે છેલ્લે કહ્યું, ચોમાસાની કઈ મેઘલી રાતે વરસાદ અનરાધાર વરસતો હોય ત્યારે, સ્મશાનઘાટ પાસેની પેલી મઢીમાંથી આવતા રુદનના સૂરે જે સાંભળે છે, એના દેહમાં ફરતું લેહી થીજી જાય છે !