SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કંચન ને કામિની ભાડૂતી નર્સની સેવા પર કેમ વિશ્વાસ આવે ? એણે મનમાં કહ્યું? “ધનવાનોનાં આ રૂપાળાં રમકડાં ધનમાં જ સર્વસ્વ માનતાં લાગે છે. ખરે વખતે ખોટાં!” નવલ દારુણ માંદગીમાંથી પસાર થતા ચાલ્યો. એનું મન પશ્ચાત્તાપથી રેતું હતું. એણે દેવી અને ડાકણને સાચા રૂપમાં જઈ લીધી હતી, પણ એ ડાકણ કરતાંય પિતે કયાં ઓછો ગુનેગાર હતો ? એક વાર તે હિંમત હારીને માણેકને બોલાવી એના પગ પકડી કહ્યું માણેક, મેં તે ભગવાનને વિચાર્યું છે, પણ તું મારા વતી એક પ્રાર્થના કરજે !” શું પ્રાર્થના કરું ?” એટલું જ કે આવતે ભવે મને માણેકના પતિ તરીકે નહિ, એના પુત્ર તરીકે પેદા કરે ! માણેક, તારા ઉદરમાં કેવા હીરાને માણેક હશે ? કેવી મીઠી મમતા હશે ? નહિ તે આટલી ઉદાર તું ક્યાંથી ?” નવલ, એવું બેલશો મા ! તમે તે મારા જનમ-જનમના સાથી છો. ભગવાન કાલે સારું કરશે. આપણી શક્તિ પરથી ભરોસો છૂટી જાય ત્યારે, ભગવાન પર ભરોસો રાખવો.” નવલે ભગવાન પર ભરોસો રાખ્યો. કહેવાય છે, કે ભરોસા રાખનાર ઘણાનાં વહાણ ડૂબ્યાં છે, પણ નવલનું તે તરી ગયું. દિવસે દિવસે સુધારે થતે ચાલ્યો. થોડે દહાડે તે પાછો “ચંગે ભાડુ” થઈ ગયે. પણ પિતે કરેલાં પાપની સજા મળી ન હોય તેમ મેં પર શીળીના ડાઘ સદાને માટે રહી ગયા. એક વાર માણેક લીલા નાળિયેરના પાણીથી નવલના મુખપરના ડાઘ ધોઈ રહી હતી. નવલે મશ્કરીમાં કહ્યું : “ગમે તેટલી મહેનત કર, એ ડાઘ નહિ જાય. મારા કલંકની એ નિશાનીઓ ભલે સાબૂત રહે. નિત અરીસામાં જોઈશ ત્યારે પુરાણ વાત યાદ આવશે !”
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy