________________
કંચન ને કામિની
[૩] * ભકિતમાં ભારે શક્તિ છે. મેનાની માએ મનસુખની જે સેવાચાકરી કરી, એવી તે સગા દીકરાનીય કેઈન કરે ! એણે અશક્યને શક્ય બનાવ્યું. મનસુખ સાજો થયો, ગાંડાનો ડાહ્યો છે. હવે ફક્ત મહિને-પંદર દહાડે એકાદ વખત મૂછ આવી જાય એટલે રેગ બાકી હતો. આટલા સુધારા પછી બાકીના સુધારાની પૂરી આશા હતી, અને
આ રીતે ડાહ્યો થયેલ મનસુખ આખરે પુરુષ હત–ધીરેધીરે આશાની વિસ્મૃતિ અને મેનાનું આકર્ષણ વધવા લાગ્યું.
મેનાની માતા પણ બીજી ચાલાક સ્ત્રીઓની જેમ જાતીય આકર્ષણની જાણકાર હતી. એ અનેક રીતે ટાપટીપ કરીને મેનાને મોકલતી. કદીક મનસુખ હસીને કહેતોઃ
આશા આવી ત્યારે વગડાઉ લાકડાનું બીમ હતું. તું તો રૂપાળો ઘડેલે પથ્થર છે. તારા ગાલ પર કેવાં સુંદર છૂંદણાં છે! છુંદણુને મને ભારે મેહ મેના !” - મેના શરમાઈ જતી.
બિચારી મેન ! માતાનાં પગલાંને પૂજનારી, એ કહે તેમ કરનારી, એ રસ્તે આગળ વધી.
મનસુખના જીવનના હવે બે ભાગ પાડ્યા હતા. એક ડહાપણ ને–એક ગાંડપણને. ગાંડપણ આવતું એટલે એ તદ્દન જુદો બની જતો; આશા સિવાય જાણે કોઈને ઓળખતો ન હોય. - મેનાને કહેઃ “લુચ્ચી અપ્સરા! મને લેભાવવા આવી છે કાં ?” - મેનાની મા આવતી ત્યારે કહે : “તેં જ દૂધ દેતી ગાયને -હણું ! તમે તે માત્ર સોનાનાં સગાં! કંચન તમારે કિરતાર.વીસે કલાક એનું ભજન કરે. સંસારમાં કમળમાં કમળ લેખાતી સ્ત્રી આટલી દુષ્ટ હતી હશે ? અરે, આંગણાના કૂતરાને પણ આ રીતે કેઈ ન મારે !”