________________
૪૬
કંચન ને કામિની, પાણિયારાની પછવાડે ધરબી દીધું છે.'
એમાં તે તારામાં કહેવાપણું નથી. શણગાર, સાચું કહું છું, કે ત્રણ હજારને બદલે છ હજાર ખર્ચા હેત, તેય તારા જેવી ઘરરખુ બૈરી ન મળી હતી.'
ખાટી ગયા છે ખાટી ! લેકનાં બૈરાં જુઓ તે સમજણ પડે! પણ વારુ, આપણું ઓરડીના સરસામાનનું શું?”
બધું ગુડસમાં આવે છે. જાજરૂ જવાનાં ડબલાં સુદ્ધાં લેતે આવ્યો છું. હવે તે દેશમાં ઠરીઠામ થઈશું.”
પણ અત્યારથી બેલી ન વળશે. કેશવાને બધે ખેલ ખલાસ થઈ જશે. મેં કન્યા જેઈ છે. એકને ત્યાં કંચન છે, બીજી રૂપમાં સીનેમાની નટી છે. અહીં તે ફૂવડના માથાની જૂની જેમ કન્યાઓ ઊભરાઈ ઊઠી છે. અને સહુ ગામડાગામના મુરતિયા છેડી, શ્રીમંત, શહેરી ને સુધરેલા ઉંબરે દીકરીઓનાં કપાળ વધેરવા ખડે પગે ઊભા છે. હવે મોતીની પરીક્ષા કરી નંગમાં જડી દે, એટલે પત્યું.”
કેશવાને થ થાય એવું કાઈ ઘર છે કે નહિ?”
એવું છે વખતચંદ શેઠનું ઘર. પણ કન્યા જરા શામળી, મોઢે શીળીના ચાઠાવાળી ને હાથે કંઇ ખેડ! બાકી સાહ્યબીમાં કોઈ વાતે મણું નહિ!”
મારે તે સોનાની મરઘી જેવી વહુ જોઈએ. બીજી વાત નહિ! વારુ, હવે વાતને બેચાર દહાડામાં બંધ વાળી દઈએ.”
રાત પૂરી થવા આવી હતી, શેઠાણીને મુંબઈના દરવાજા બંધ થયાની વાતથી નવી મુંઝવણ ઊભી થઈ હતી, એટલે વિશેષ ચર્ચા આગળ ન ચાલી. પણ પરશાળમાં પડ્યો પડ્યો સરવા કાનથી વાર્તા-લાપ સાંભળી રહેલ કેશ પિતાના પૂજ્ય પિતાશ્રીના છેલ્લા શબ્દ