SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સેનાની મરઘી ૪૭ પરથી કંઈ તારણ ન કાઢી શક્યો. વાણિયો મગનું નામ આપો નહે. પિતાજી સેનાની મરઘી જેવી વહુ ના વાક્યથી દેખાવડી કન્યા લાવવા માગતા હતા કે કાળી પણ પૈસાદારની પુત્રી લાવવા માગતા હતા ? ભોગી શેઠ જ્યારે શેઠાણીએ દાબેલે ડબરે તપાસવામાં મગ્ન હતા, શણગાર શેઠાણ મુંબઈ અને ઝરમરિયાના તેફાન વિષે વિચારમાં ડૂબેલાં હતાં, ત્યારે કેશો પિતાની ભાવિ જીવન-સહચરીની ચિંતામાં પડ્યો હતો. | [ 9 ભેગી શેઠની ગામમાં પધરામણી થયા પછી, મુંબઈથી એમના સ્નેહી સબજજ સાહેબના ચારપાંચ લિફાફા આવી ગયા. બે વાર તે થાણુ પરથી પિલીસ જાતે આવીને આપી ગયે. ભેગી શેઠે અંગ્રેજીમાં લખેલા એ પત્રને સહુની સામે ફોડતાં કહ્યું: - “છે તે હજાર-પંદરસોના પગારવાળે સાહેબ, પણ મારા વિના ચા પણ ન ભાવે. ભારે આગ્રહ કરીને લખે છે કે, જલદી આવો. બિચારા જીવ! એને આપણા વટવ્યવહારની શી ખબર! એકવાર કેશવાના સગપણની વાત કરી તે કહે : “મારી ફેમીલીમાંથી એક બ્યુટીફુલ ગર્લ લાવી દઉં' મેં કીધું, “સાહેબ, હજી અમારે બાપદાદાના ગામમાં રહેવું છે. એ ફૂલ ને બ્યુટીફૂલ અમને ન પિસાય! અમારું ખોરડું તે આખી નાતમાં આગળ !' જેટલા સાંભળનારા હતા એ બધા હસી પડ્યા. એમાં અંગ્રેજી જાણનાર કોઈ નહોતા. એટલે સહુ કાગળની મહારછાપ જોઈ કહે, “ભોગીભાઈ અમે તે આ રાખોડી રંગના કાગળથી બહુ બીએ. વગર ટાઢે ટાઢ ચડે, ને તમારે તે લખાપઢી જ એમાં થાય!' - “મારે એકાદ વાર મુંબઈને આંટે થશે જ. હવે વાતને જલદી બંધ વાળ પડશે.”
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy