________________
કંચન ને કામિની જણ્યને વેચનારાં પાપિયાં નથી. આ તે જીવનની લતનું દાન છે! જા, જઈને પાછી આપી આવ !”
“પાછું આપવા ન જવાય ગંગા! એ લેવામાં વાંધે શો ?' '
“કેર! માનવીનાં તે ભૂલ થતાં હશે? તું તે પેટમાં છરુને વેચનારે બ. હાડમાંસને વેચનાર ખાટકી બ. ભલે દુનિયાની આંખે મેહ-માયાના પાટા બંધાયા હોય. પણ હજાર હાથ ને હજાર આંખવાળો ભગવાન નહિ જેતે હોય? શું તે પૈસા માટે પેટને બાળ વેચો? માણસાઈ તે સમજ !”
ઠાકોરના હાથમાંથી સાડી અને નેટ સરકી પડ્યાં. પ્રસૂતિની પીડા ભોગવી રહેલી ગંગાએ શેકતાપ માટે સળગાવેલી અંગારા ભરેલી ઠીબમાં એ પડ્યાં. અગ્નિને એક મોટો ઝબકારો થયો.
શેઠને ત્યાં થયેલા પુત્રજન્મની ખુશાલીમાં ફૂટેલા દારૂખાનાના એક ગભારાએ પાસેનું ઝૂંપડું સળગાવ્યું હતું. એના પ્રકાશમાં ઠાકરે ગંગાનું મેં જોયું.
એના મેં પર કોઈ અજબ ખુશી છવાયેલી હતી. ઠાકરે ગંગાના એ મેને પિતાની છાતીમાં સમાવી દીધું. દારૂખાનું ફૂટ જતું હતું.