________________
પ્રેમલક્ષણા
[ વાર્તા બારમી ] શહેરના એક અંધારા ખૂણામાં આછી વસ્તીવાળા એક મકાનમાં, ચાવશે કલાક નિર્જનતા છવાયેલી રહેતી. દિવસે અર્ધ ખુલ્લી બારીએ વાટે સૂર્યકિરણે નાચવા આવી પહોંચતાં, કદી કદી સંધ્યાને પવન બારીનાં તેરણા સાથે અડપલાં કરતે; પણ આ બધાંને રસભર ઉપભોગ કરનાર ત્યાં કોઈ દેખાતું નહતું.
આખા ઘરમાં વસંત અને પાનખર જેવી બે સ્ત્રીઓ રહેતી હતી. મેટે ભાગે બન્ને આખો દહાડે ખાટલામાં પડી રહેતી. ડીએક વાર કપ-રકાબીના રણકાર થતા ને પાછા ઘરની નિર્જનતામાં સમાઈ જતા, સમી સાંજે ઘરમાં ચેડાં પગલાં ગાજતાં. એક પચીસેક વર્ષની યુવતી આમતેમ ફરતી જોવાતી. ગૌર એનું બદન હતું. એને કેશકલાપ ઠેઠ પગની પાનીને અડતા હતા. રૂપ તે વિધાતાએ ભર્યું ભર્યું દીધું હતું. એ રૂપ ઉપર એક આછી વાદળછાયા પડેલી દેખાતી હતી. લાંબુની ફાડ જેવાં શરબતી નેત્રોમાં એક જાતની ઉદાસીનતા ભરેલી હતી.
રાતના દીપકે ઝળહળતા ને એક શૃંગાર સજતી. બીજી એમ કરવામાં એને મદદ પહોંચાડતી. આ કારણે એક ઘરની માલિક લાગતી. બીજી એની દાસી હોય તેમ જણાતું હતું છતાં બન્ને વચ્ચે વયને ભેદભાવ બહુ ઓછા હતા. વાતચીત પણ ઓછી થતી. મૂક નાટક ચાલતું. યુવતી આયના પાસે બેસતી. દાસી વાળ હોળી અબડે ગૂંથી લેતી.