________________
કંચન ને કામિની એની જ નાતના એક સુતારે પોતાની પુત્રી “આશા” એને આપી. ગામડાગામનાં માણસે સાહિત્યમાં તે શું સમજે, પણ બાપદાદાના વારાથી ચાલતાં આવેલાં ના પાડતાં. આશાને સાવકી મા હતી, ને સાવકી માને પનારે પડેલી કરીના સુખની શી આશા? સંસ્કારની તે વાત જ શી ! છોકરીને જેને સદા ખપ રહે છે કે જેના પર એનું બળ ટકે છે એ સૌન્દર્યની તો કોણ ખેવના રાખે? વાળ તે સુધરીના માળા! બેલવાનું ઠેકાણું નહિ! હસે તે કેવી વિચિત્ર રીતે ! કપડાં તે પહેરતાં જ કોને આવડે !
પરણીને પહેલે દહાડે આવ્યાં, એટલે મિત્રએ મશ્કરી કરીઃ અલ્યા, શું સુતારની નાતમાં છોડીઓનો દુકાળ છે, તે આ બાબલું વહોરી લાવ્યું ?'
ચિંતા ન કરશે. હું કારીગર છું. હું જાણું છું કે દરેક વસ્તુને ઘડવી પડે છે. લાકડાને ગમે ત્યાં પડેલે કદરૂપે ટુકડે ઘડીને મૂર્તિ બનાવીએ, તે પછી લેકે એની કેવી પૂજા કરવા આવે છે? સારો કે નરસે ઘાટ નિપજાવે એ કારીગરના હાથની વાત છે.” મનસુખે જવાબ આપે.
અલ્યા, તે તું પણ આ બાબલાને ઘાટ ઘડજે ને પછી પૂજા કરજે !” | મનસુખે પછી કંઈ જવાબ નહીં આપે. પણ બેએક વર્ષે એની વાત સાચી ઠરી. આફ્રિકાને એક ફેરે મારીને બન્ને આવ્યાં, ત્યાં તે આશા જાણે સમૂળી-ધરમૂળથી બદલાઈ ગઈ; જાણે એ આશા જ નહિ ! મેં પરની શ્યામલતા જાણે કેઈએ લૂછી નાખી હતી, વાળમાંથી ગૂંચ કાઢી નાખી હતી, કપડામાંથી બેદરકારી ખંખેરી નાખી હતી ! રૂપ તે કેસૂડાનાં ફૂલ જેવું ખીલી નીકળ્યું હતું, ને એમાં ઉપરથી વસ્ત્ર-આભૂષણને ઠાઠ! ઓછામાં પૂરું હોંશીલા મનસુખે એના ગોરા ગોરા ગાલ પર એક છુંદણું શૃંદાવેલું. આશા તે ઘણી શરમાયેલી, પણ મનસુખની હઠ પાસે એનું કંઈ ન ચાલ્યું.