________________
કંચન ને કામિની ના પાડે છે? ના ના બેટી ! એના બાહ્ય આકાર માટે એ ઝઘડો છે. બાકી મારા, તારા ને એમના સહુના અંતરમાં એ જ તિ બિરાજી રહી છે. મંદિર જવું કંઈ ખોટું નથી. ચેખા વાતાવરણમાં મન ચેખું થાય છે. મન ચેખું કરવા માટે તે આ બધી ચોપડીઓમાં ઉપદેશ છે. બાકી ન જવાય તે હારી ન જવું. બેટી, મનને મંદિર બનાવ, ત્યાં પણ તને એ પરમ તિનાં દર્શન થશે !” * “એ કેમ બને?' સાંકળી ફઈબાએ પૂછ્યું.
બેટા, રેજ સામાયિક તો કરે છે ને ? આંખ મીંચીને બે ઘડી એ દિવ્ય તિનું ચિંતવન કરજે. જોતજોતામાં મન ઝળાંહળાં થઈ ઊઠશે. અંતરમાં દીવડા ઝાકમઝોળ બળવા લાગશે.' - સાંકળી ફઈબા કંઈ વિશેષ ન બેલ્યાં, પણ દાદા એમના રિવાજ મુજબ બોલ્યા, “સાંકળી, એક બાપ હતો. એને ત્રણ દીકરા હતા. સહુ ભેગા રહેતા. કોઈ વાર લડતા, વળી પાછા ભેગા રમતા, જમતા ને બાપની પેઢી ચલાવતા. મઝિયારાની વાત થતી પણ ઝિયારે વહેંચવાની કોઈની હિંમત નહેતી ચાલતી. કાઈ ડાહ્યા મળ્યા ને તેમણે મઝિયારે વહેં. કહ્યું, ભલે રસેડાં જુદાં કરે, અલગ રાંધી ખાઓ પણ પેઢી પર એકસંપ થઈને બેસો, તેય ઘણું. પણ મને ડર લાગે છે કે હવે એ જ દીકરાઓ બાપની પેઢી બંધ કરી, પિતાપિતાની આગવી પેઢી કાઢી ન બેસે ?”
આ વાત ખાસ ન સમજાઈ, પણ સાંકળી ફઈબાનું ચિત્ત દાદાની સમજાવટથી શાન્ત થયું.
વર્ષો પછીની વાત છે. દાદી ભારે પુણ્યશાલી એટલે રાતે ચૂડે ને રંગભીની ચૂંદડીએ ગુજરી ગયાં. ડહાપણુના અવતાર દાદા પણ થડે દહાડે શાન્તિપૂર્વક સંસારમાંથી અલેપ થઈ ગયા.