________________
૩૬
કંચન ને કામિની કહે છે કે તમે રવિવારે રાંધે જ નહિ?” સમુવહુએ સાંભબેલી મુંબઈની મેજેને સાચી ઠરાવવા માંડી.
ચૂલાને પણ એક ટંક વિસામો જોઈએ કે નહિ ? એ દહાડે જાએ તે ભેળ-પૂરીવાળા પર ગુજરાતી બૈરાંને દરેડ !” છટાથી વાત કરતાં શણગાર શેઠાણના માથા પરનું મલીર ખસી ગયું. પિમેડથી ચકચકતો કાળો ભમ્મર, સોનાની બે-પીનોથી ઓપતો કેશકલાપ, પિતાની શોભા વિસ્તારી રહ્યો. એમાં નાખેલું પણ અત્યારે ચિમળાયેલું જબાકુસુમનું ફૂલ આખા ડબાને પિતાની પ્રતિભાથી ખેંચી રહ્યું!
સંસારમાં જેની સત્તા ચાલતી હોય, એની ભલે ચાલે, અત્યારે અહીં આ ડબ્બામાં શણગાર શેઠાણી પિતાની સત્તા ચલાવી રહ્યાં હતાં !
શણગાર શેઠાણીની છડી સવારીના સ્વાગત માટે નાનકડા સ્ટેશન પર સારી ભીડ હતી. શેઠાણીને ભાઈ ઓઘડ આજે બાર દહાડે દાઢી કરાવી, નવું અંગરખું ચઢાવીને આવ્યો હતો, ને ગામમાં જે મળ્યા તેને કહેતો આવ્યો હતો કે ભગી શેઠ આવી રહ્યા છે; ભાણિયા માટે કંકુ ને કન્યા વરવા આવે છે.
પંચાતિયા પ્રભુદાસ પણ સવારથી કેડ બાંધીને મેદાને પડ્યા હતા. પેઢીના નામનું છાપેલું કાર્ડ સહુને બતાવતા બતાવતા કહેતા,
ભાઈ ભેગી શેઠ આખરમાં તે સમજે કે પ્રભુદાસ વગર કંઈ ન થાય. વેવિશાળ જેવી વાતમાં પૂછજ્યાં ઠેકાણું મારા સિવાય બીજું કોણ? અને પણ ભલે મારું કીધું થતું હોય તેય, ખોટું ન બતાવું. આ કામમાં તે હજાર રોગીદગી મળે. આપનારને તે સેનાના ચરુ પર અને ઘીની દેગડી પર દીકરીને બેસાડવાની છે! આવા વખતમાં આવાં વર ને ઘર બેય, દીકરીનાં પૂરાં ભાગ્ય હોય તે જ મળે.'
નમાલી વાતને પણ મેણુ નાખી માલવાળી કરવાની કળા વર્તમાનપત્રો પ્રભુદાસ પાસેથી શીખ્યાં, કે પ્રભુદાસ વર્તમાનપત્રો