________________
૧૮૬
કંચન ને કામિની સ્ત્રી કંઈક પરિચિત લાગી, કનુ પાસે ગયો ને ક્ષણવારમાં એને ઓળખી ગયે.
કોણ રંજન ?” કનુ ઓરડામાં ધસી ગયો. પાસે બેઠેલે પુરુષ ડોળા ફાડી જોઈ રહ્યા.
રંજન એક ચીસ પાડી ધીરેથી નીચે ઢળી પડી.
કનુ પેલા પુરુષની પાસે સર્યો. પેલે પુરુષ ડરથી આ ખો ને કમરના છરા પર એણે હાથ નાખે કનુ બેલ્યઃ
મિત્ર, ડરશો નહિ. હું તમને મારા સ્નેહી લેખું છું. આવો, આપણે બંને મળીને રંજનની સેવા કરીએ.
રંજન જાગી ત્યારે પલંગ પર સૂતી હતી. કનુ એના દેહને ધારી ધારીને જોઈ રહ્યા હતા.
“કનું, અડશે મા. તમારી રજન મરી ગઈ.”
“રંજન, તારા દેહની અંદર વસતા આત્માને નીરખું છું. હજીય તું મારી છે.”
“હું તારી નથી. હું બીજાની છું.” રજન સાવધ થઈ. એણે કહ્યું :
મૂર્ખાઓની આ ભાગલાબાજીમાં અક્કલનો ઉપયોગ ન થ મારા જેવી અનેક સ્ત્રીઓ એકબીજાને હાથે લૂંટાઈ હશે. અરે રે! કેઈને આટલાં શાસ્ત્રો, આટલી નીતિઓ ઈશ્વરના બંદા બનાવી શકી નહિ! સદાય સ્ત્રીના ને સેનાના લૂંટારા રહ્યા. એ સામે આવે ત્યાં અક્કલ પર પડદો પડી જાય છે. માનવતાની વાત કરનારા આપણે પશુથી બદતર છીએ.”
રંજન અર્ધ મૂર્ણિત જેવી અવસ્થામાં બેલતી હતી : એ કંઈક સાવધ થઈ. ફરી બેલી :
“આ ગૃહસ્થ તે મારા મિત્ર છે. નોધારાના આધાર છે. ભૂખ્યા વરૂઓના પંજામાંથી બચાવનાર પુરુષસિંહ છે. તારે ઘેરથી નીકળ્યા