________________
સેનાની મરઘી જે લેવાની છે એ લેવાની જ છે! આ તે એડવરટાઈઝમેન્ટ-જાહેરખબર, જાહેરખબર !” શેઠે આંખને ભારે ઉલાળો માર્યો.
ભાયડા માણસની વાતું જ ન્યારી છે!' શેઠાણી શેઠની હોશિયારી પર વારી ગયાં.
અને જુઓ, દેશમાં જઈને બે જંઈ છૂટે હાથે ખરચજે. લોકને મેહ બંધાય એવી રહેણીકરણી રાખજો. બાકી તે કઈ કોઈની. તિજોરી જેવા ડું જાય છે! એં, આ ડબરે લેતાં જાઓ.”
શેને ડબરો ?”
એ તે છે! તમે બૈરાં માણસ એમાં શું સમજે? છે તો પારકી થાપણ! બિલાડીના પેટમાં ઘી રહે તે બૈરાંના પેટમાં વાત રહે ! એ તે વખતની વાત વખતે. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. આ તે “એન” છે.”
શેઠે “ના” શબ્દ એ ઉચ્ચાર્યો કે શેઠાણી કંઈ ન સમજ્યાં. સમજ્યા માત્ર એટલું કે મેડું વહેલું આપણને પચે એવું આ ધન છે.
એમણે ડબરે સાચવીને મૂકી દીધે, ને તડામાર તૈયારી કરવા લાગ્યાં. મનમાં ને મનમાં એમને શંકા જન્મી કે શેઠ સ્વપ્નના કારણે દેશમાં તગડે છે કે આ ડબરા-બચકાને કારણે! છતાં એ ખુલાસો કરવામાં જોખમ ઘણું હતું. ગમે તે કારણે જવાનું અનિવાર્ય હતું જ, માટે નિઃશંક થઈ શેઠાણું તૈયારીમાં લાગ્યાં.
તે જાણતાં હતાં કે વાણિયે તણાય તેય લાભ લેભે!
રંભા શેઠાણીના અલવિદાના સમાચારથી આ માળે ખળભળી ઊઠ્યો. સ્વપ્ન ! સ્વપ્ન! અરે, એની તે ખાતરી શી રીતે થાય? કેટલાંકે કહ્યું, સ્વપ્ન ખેટાં. કેટલાંકે કહ્યું સ્વપ્ન સાચાં. તમામેતમામ સપનાને સાચાં માનનારાં કુટુંબ ને સપનાંને ખોટાં માનનારાં કુટુંબે. વિમાસણમાં પડી ગયાં.