SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કંચન ને કામિની રાતે “એમણે મને ધમકાવી. મેં કહ્યું: “મારે નીમ છે.” એમણે કહ્યું: “નામ નહિ ચાલે. જો કે મને પિતાને તે કંઈ વાંધો નથી, પણ અત્યારે ભારે ચડસાચડસી ચાલે છે. એકબીજાને બાપે માર્યું વેર થયું છે. એકએકને પડછાયો લેતા નથી. ધરમ જુદે, થાનક જુદાં, મુનિ મહારાજ જુદા, વરઘોડા જુદા ને વિવાહ જુદા. તમને બૈરાંઓને શું ખબર પડે? થાનકવાસીની પેઢી પરથી મૂકેલા રૂપિયા પણ ઉઠાવી લેવા માંડ્યા છે. હવે તે એકબીજાની છાંટ પણ લેવામાં પાપ મનાય છે. “અને એ ઉઠાવેલી રકમ અમારા ગામના વશરામ જાને ત્યાં વ્યાજ ખાવા મંડાવવા માંડ્યા છે. ખોજો તમારે સગો અને...” “એ” મારી વાત વધુ વાર ન સાંભળી શક્યા. મને ઠોઠથાપલી કરી. પિતાજી, એ તે કરે. મને એનું દુઃખ નથી, ચાહે તે કટકા કરી નાખે. એક તરફ કાઢું તો કહેજો. જાણું છું કે હું કયા બાપનું ફરજંદ છું !' વાત કરતાં કરતાં સાંકળી ફઈબાના ચહેરા પર ગર્વની રેખાઓ તરી આવી. થેડીવાર શ્વાસ ખાઈ એમણે વાત આગળ ચલાવી. આ ધમાચકડી ચાલતી હતી, ત્યાં તમારી કંકોતરી આવી. બળતામાં ઘી હોમાયું. મેં જવાની રજા માગી તે કહે: “અરે, વહુને હાલવા-મહાલવાને શેખ હેય તે અહીં કંઈ ઓછવ કરીએ, પણ હાથે કરીને આપણું નાક વઢાવવા નહિ દઈએ. આ બધું ઊભું કરનાર-કરાવનારને હું જાણું છું. દેરાવાસીઓની આખા મલકમાં ફાટ વધી છે.” મારા બાપને મન તો બંને સરખા છે.” મેં કહ્યું. એ બધી ફેગટની વાત છે. બાપ સારા તે વળી મા પાકાં. થાનકના મુનિને હવે ઉંબરે પણ છબવા દેતાં નથી !'
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy