________________
ચૌદશિયે
૧૩૯
ધૂળ કર્યું એવું એનું મળજે, એની પણ ખુલ્લા દિલે આગાહી કરી.. આ બધા ક્ષુદ્ર પ્રયત્ન સામે ઓતમચંદ કેવળ હસ્યો, અને બોલ્યા: સતી શાપ દે નહિ ને શંખણીના શાપ લાગે નહિ.'
અપાસરાના મહારાજ પૂર્વભવની જે વાત કરતા એની ઉપર ઓતમચંદને શ્રદ્ધા હતી કે નહિ, તે હજી કેઈના જાણ વામાં આવ્યું ન હતું. છતાંય દુઃખિયારી સતિકના આ અવાજમાં અને જોરથી ફરતી એની ઘંટીના રવમાં નક્કી કઈ આવું બળ હશે જ, એની ખાતરી થતી હતી.
હજી ક્ષિતિજ પર સૂરજદેવે પૂરી કર પણ નહોતી કાઢી કે મહેમાને આળસ મરડીને જાગી ઊઠ્યા. લાડકીની મા તે એકાદ ઝોકું ખાઈને જ જાગી ગઈ હતી. મહેમાનની સરભરા માટે, દાતણ પાણી, ચા-પાણી ને જમાડવા માટેની અનેક તૈયારીઓ એને કરવાની હતી.
લાડકી પણ ઊઠી હતી. મા બતાવે એમ કામ કર્યે જતી હતી, પણ એનું મન બીજે હતું. પાણી ગાળવા બેઠી તે સંખારાનું પાણી ગાળામાં નાખ્યું ને ગેળાનું પાણી મૂંડીમાં ઠાલવ્યું. ચામાં સાકરના બદલે મીઠું નાખી દીધું. મા ઠપકે આપવા લાગી તે એણે રડી દીધું.
ઓતમચંદ શેઠ વહેલાવહેલા એમના મિત્ર મનસુખ સાથે આવી પહોંચ્યા. તેમણે વેવિશાળ વખતે કોને કોને નોતરાં આપવા એનું લિસ્ટ તૈયાર કરી રાખ્યું હતું. ગામમાં પિતાના સ્વભાવના ચૌદશિયાઓના ત્યાં જઈ સવારમાં જ જરા ખુશામત, જરા મહેરબાની. તે જરા લાલચ આપી આવ્યા હતા.
જો કે આ મંડળ રાજકર્તાઓ તરફથી નિમાયેલું રહેતું, છતાં તેઓની સત્તાને રાજસત્તા કરતાં પણ વધુ ડર લાગત, એમની મંડળીના સભ્યની કેાઈ સુપ્રસિદ્ધ નામાવલી તે નહતી જ, છતાં