________________
૧૩૮
કંચન ને કામિની એકવાર સૂતેલી દીકરીને મમતાથી નિહાળી ને હેતભર્યો હાથ ફેરવ્યો. પણ એ હાથના સ્પર્શથી અમી સીંચાયું કે કાંટા લાગ્યા એનો નિર્ણય લાડકીના નાનકડા પારેવાશા દિલ સિવાય કોઈ કરી શકે તેમ નહોતું.
રોકડા રૂપિયા બે હજાર ! લાડકીની માના દિલમાં કઈક ટાઢક વળતી લાગી. આ કન્યાવિક્રય તો છે જ નહિ ! મારે તો ગાયનું રગત ને દીકરીને પૈસો બરાબર છે. પણ આ તો ગગાના ભણતર માટે! ગગે ભણશે, માટે થશે. એના બાપનું નામ કાઢશે, કુળ ઉજાળશે.
એ સુખદ કલ્પનામાં એને ઊંધનું એક ઝોકું આવ્યું. ત્યાં તે સવારના પહોરમાં વહેલી ઊઠીને ઘંટીએ બેઠેલી સંતિકને અવાજ આવ્યો. દીકરો દેશાવરમાં ભણતો હતો ને મા દળણાંરાંધણાં કરી પૈસે મોકલતી હતી. એની જ એક દીકરીને કંકુ ને નાડાછડી બાંધી પરણાવેલી.
આ ઓતમચંદ જ એની પાછળ લાગેલે. એક પિતાના દમલેલ સગાને પરણાવવા મહેનત કરેલી. ઘણી ઘણી લાલચ આપી તોય એ દુઃખિયારી રાંડરાંડનું દિલ ન પીગળ્યું. નસીબ ફૂટલું કોનું નામ ! ભલે વર દમલેલ હતું, પણ ઘર સેનાથી ભરેલું હતું ને?
પણ ઓતમચંદનો પડછાયો જેને માથે પડે, એ સુખે શી રીતે જીવી શકે ? એણે બજારમાં વાત શરૂ કરી, સંતક જે શેઠને
ત્યાં રાંધતી હતી, એની સાથેના આડાવ્યવહારની ! - શેઠ હતો ડરપોક, એણે સતકને તરત રજા આપી. સતિક બીજે રસોઈ કરવા રહી, ત્યાં ય ઓતમચંદનો પડછાયો પડ્યો. ઘરનાં બૈરએ જ વહેમે ભરાઈ એને તગડી મૂકી. બિચારી એકવાર તીર્થયાત્રાએ ગઈ તે ઓતમચંદે એને નામે ભળતી જ વાત શરૂ કરી.
એક દહાડો દુઃખિયારી સંતોક ઓતમચંદના ઘેર જઈ એની સાત પેઢીનું નખ્ખોદ જવાના શાપ આપી આવી. પિતાનું જીવતર