________________
૧૪૮
કંચન ને કામિની
મોરબી લાઇનની કંટાળાભરેલી મુસાફરી પૂરી કરી રમણીક પિતાની બેનના ભાવિ ભરથારને ગામ પહોંચ્યો, ત્યારે સૂરજદેવતા આથમવાની વેળા થઈ હતી.
નાનું એવું સ્ટેશન. સ્ટેશનની છાપરી ઉપર સંધ્યાનાં રક્તવર્ણ કિરણે રમતાં હતાં. બેએક હરાયી ગાય અને બે ત્રણ બકરાં આડાંઅવળાં રખડતાં હતાં.
આ સ્ટેશને સામાન્ય રીતે ઉતારુઓ ઓછા ઊતરતા; એમાં પણ સુધરેલા ભણેલાગણેલા તે ઓછા. રમણીકને જોઈ માસ્તરને સહેજે તેના તરફ આકર્ષણ થયું. થોડી વાતચીતમાં તે બંનેને ઠીક પરિચય થયો. રમણકે રાતની રાત સ્ટેશન પર ગાળવાનો નિર્ણય કર્યો. રાત્રે રમણીકે વિસ્તારથી બધી વાત માસ્તરને કહી. સાથે સાથે માસ્તરને વિનંતી કરી કે મારે પાનાચંદશેઠને નીરખવા છે. તમે મદદ કરે.
સ્ટેશન માસ્તર કંઈક સજજન હતા. તેમણે પરમાર્થ ભાવે રમકની આ વાત સ્વીકારી અને સવારની ગાડી પસાર થઈ ગયા પછી ગામમાં જવાનું નક્કી કર્યું. સાથે એ પણ નક્કી કર્યું કે રમણીકે માસ્તરના ભાણેજ બનવું, ને એ રીતે વેશ ભજવે.
અનેક જાતના તરંગોમાં આખી રાત વીતી ગઈ. સવારમાં ગજગામિની સ્ત્રીની ચાલે ચાલતી મોરબી લાઈને રવાના થઈ ગઈ મામા-ભાણેજના નવા સગપણ સંબંધથી બંધાયેલા માસ્તર અને રમણુક ગામ તરફ ઊપડ્યા.
. હિંદનાં દુર્દશા ભરેલાં ગામડાંઓમાંનું એ એક ગામડું હતું. ગામ બહાર ગંદા પાણીના ખાબોચિયાં ભર્યા હતાં. પાણીમાં કેટલીક ભેસે કાદવ ખૂદતી પડી હતી, ને એને કિનારે બૈરાં પાણી ભરતાં હતાં, અને એમાં જ કપડાં ધોતાં હતાં. અર્ધનગ્ન છોકરાંઓ આજુ