________________
ચૌદશિયે
૧૪૭ મા, તે કંઈક ખરાબ કર્યું હોય એમ મને લાગે છે.'
“બેટા, તારાથી મારે શું છુપાવવાનું હોય ? તારા ભણતર માટે બે હજાર એમણે ખુશીથી આપ્યા છે. બાકી મારે તે દીકરીને પેસે ને ગાયનું રક્ત બરાબર
એટલે ગાયનું રક્ત પિવડાવવા માટે તે મને પસંદ કર્યો ? મા, બેનને કૂવે નાખી, એના પૈસા મેળવીને વિદ્વાન થવા કરતાં ગમાર રહેવું હું વધુ પસંદ કરું છું. એ પાપના પૈસાનું ભણતર મારે નાશ કરશે. બહેનના નિઃશ્વાસ મારે સંસાર ઉજજડ કરશે. એ બે હજાર પાછા આપી દે ! હું ભણવું બંધ કરું છું. બેન સુખી થાય એ જ મારી ઇચ્છા છે. મા, સાચું કહે, તને મારા સમ છે. મુરતિયાની ઉંમર કેટલી છે ?”
પુત્રના આ પ્રશ્નને જવાબ માતા જલદી ન આપી શકી. એણે બે ચાર વાર બેલવા પ્રયત્ન કર્યો, પણ બોલી ન શકી.
રમણીક વધુ સંશયગ્રસ્ત બન્ય. સારાંશમાં એ એટલી વાત તારવી શક્યો કે માએ મુરતિયે જે નથી. ઓતમચંદની જીભ પર ભરેસે રાખે છે. એણે કંઈક વિચાર કરીને કહ્યું
મા, મને સંશય થયો છે. મને લાગે છે, કે રૂપિયા પાછા વાળે બેનનું કલ્યાણ નહિ થાય. હું જાતે તપાસ કરીશ-મુરતિયાને નજરે જોઈશ. પછી બીજી બધી વાત કરીશું.”
અને એ સાંજે રમણીક ગાડીએ ચઢી બેઠો. ઓતમચંદને આ સમાચાર મળ્યા ત્યારે એણે શ્રીગણેશમાં જુવાનિયાઓને ભંડાય એટલી ગાળે ભાંડી; પણ છેવટે તેને લાગ્યું કે કેવળ ગાળ આપવાથી કામ નહિ સરે, આમાં કાઠી મુસદ્દીવટની પણ જરૂર છે.
એ આખી રાત જાગતા જ પથારીમાં પડ્યો રહ્યો.