________________
૨૦
કંચન ને કામિની પ્રેમ કર્યો? શા માટે ? અરે, કૂતરાથીય હું નીચ ઠર્યો? મેના! કે દુષ્ટ છું !” - “ગઈ ગુજરી ભૂલી જાઓ ! ઘડી પહેલાં તો તમે કહેતા હતા કે મેના, આપણે કેવાં સુખી છીએ ?”
“મેના, સુખી કઈ રીતે ? આશા તો મરી ગઈ ! હું જીવતો રહ્યો. પાડોશમાં રહેતી પેલી વિધવા નિર્મળાને તે જોઈ છે? કેટલી ભકિત, કેટલી દયા, કેટલી મૃદુતા ! જાણે હરતું ફરતું, બેસતું ચાલતું દેવમંદિર! પતિનાં પડખાં તે માત્ર ચાર વર્ષ સેવ્યાં, પણ વિધવા થયા પછી કેવી પલટાઈ ગઈ! એ સ્ત્રી નહિ, દેવી બની ! વિષયભેગની દાસી નહિ, સ્વામિની બની બેઠી ! સધવા સ્ત્રીઓ રોજ ઝઘડે, રોજ પ્રપંચ કરે, રેજ ગાળ કાઢે, ઘરબારને રાજખટપટ જેવાં કરી મૂકે. ને આ? એક દહાડે એ કહેતી કે સાચો પ્રેમ વિષયભેગને ન નમે, સગવડને ન શોધે! ત્યારે મેં તો તને પરણું મારી સગવડ શેધી!” | મનસુખ જ્યારે ફિલસૂફીની આવી વાત કરતા ત્યારે મેના સમજતી કે ફરી ઘેલછા જાગી ઊઠી છે. એ એને વારવા આડીઅવળી વાતો કરવા લાગી, પણ ઘણે દિવસે જાગેલી ઘેલછા ક્ટ કાબૂમાં આવે તેમ નહતી.
મનસુખ આવેશમાં આવીને બેલ હતું. એનું ગાંડપણ પૂરેપૂરું ઊખળ્યું હતું.
“નર મટી ગયો, માણસાઈથી પરવારી ગયો, પશુ બન્ય, તને પરણ્ય. પેલી છૂંદણાં છંદનારીએ મશ્કરીએ કરેલી કે આ ગાલને આ છૂંદણ સલામત રહો ! એ વેળા તે આશા શરમાઈ ગયેલી, પણ પછી મારું મેં હાથમાં પકડી મને કહેલું: “અરે, આ મુખ સલામત તે છૂંદણ બહેત હૈ !” મેં એ વેળા કહેલું કે “તું શું મને પશુ જે. માને છે?” ત્યારે આશા હસીને બોલેલી કે “ના રે ! ગમે તેવી દશામાંય તમે મારે મન દેવ છે !”