SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કંચન ને કામિની કેટલાક મરનારના સ્વભાવ વિષે ટીકા કરતા હતા. અરે, આવું તે વીલ કરાય ! પાસે પૈસા કે માલમિલકત હોય તે તે આપવાલેવાની વાત કરવી એ ઠીક. બાકી વીલમાં આવું તે લખાતું હશે! ન રડવાના રાગ, ન ફૂટવાની કરામત ! –અને ખાવાપીવાની વાત જ નહિ! જીવતાં ય ખાધું નહિમરતાં ખાવા દીધું નહિ! એ વિના આવા ઊજળા મતની ઉત્તરક્રિયાને રંગ જામે પણ કેમ ? સ્ત્રીઓ મૂંઝાતી હતી-કાળા સાડલા વગર શોક-પ્રદર્શન કેમ થાય? રડવું શી રીતે ? ચૂડાકર્મ વગર–લાડકા રંડાપાની લેજના વગર-મરનારનું મોત કેમ શોભે! એની મૃત્યુની સિદ્ધિ કેમ હાંસલ થાય ! ભારે મૂંઝવણ ! ભારે મુંઝવણ! હું તે હસી હસીને બેવડ વળી ગયો. જિંદગીમાં ઘણું લખ્યું–લખાવ્યું હતું, પણ આ વીલ જેવું તે નહિ જ! ભલેને, મારું લખેલું તમામ સાહિત્ય કચરાપેટીને ગ્ય ઠરે, આ એક વીલ જીવતું રહે તેય ઘણું છે. જુવાને એનું અનુકરણ કરી પિતાને માટે ઘડીને તૈયાર રાખે તેય મારું લખ્યું-જીવ્યું સાર્થક ! . ને કૂદીને મારા મમત્વના કારણભૂત દેહને ખાખ થતું જેવા સપ્તર્ષિને આરે આવ્યો. સ્મશાનમાં સેપે પડી ગયો હતે. નદીનાં આછાં નીર મંદમંદ વહેતાં હતાં, ને ત્યાં વસતાં કૂતરાં પણ માણસનાં હાડકાંને બદલે-એમણે મૂકેલા ધૂળમિશ્રિત લાડવા આસ્વાદતાં થયાં હતાં ! યુગે યુગે આદત પણ બદલાય છે ! ફરીથી વાયુની લહરી પર ચઢીને હું ચાલી નીકળ્યો. કેવો હલકે! કે હળવો! જાણે શરદની એક ચંચળ ફૂલવાદળી !
SR No.005970
Book TitleKanchan ane Kamini
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherGurjar Granth Ratna Karyalay
Publication Year1957
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy