________________
મનની મેનકા
[ વાર્તા નવમી ] હરએક સારંગીના તારમાં જેમ અદશ્ય સ્વર વસે છે, એમ પ્રત્યેક માનવીના મનના એક સુંવાળા ખૂણામાં એના મનની મેનકા ” વસે છે. રાહ હોય છે કેવળ છેડનારની. એ છેડાયા પછી એના રણકાર કોઈ રોકી શકતું નથી. - એ રણકાર ન તે જ્ઞાની વ્યાસ રોકી શક્યા છે, ન તે તપસ્વી વિશ્વામિત્ર રોકી શક્યા છે! સંસારના ઘણું ઘણું મહાત્માને એને સાદ સાંભળવો પડે છે. જેમ ભીલડીને સાદ શંકરને સંભળાવે, ને કુજાને હાથ શ્યામસુંદર શ્રીકૃષ્ણને સંભળાયો. આવો એક સાદ, આ એક રણકાર, જ્ઞાની સંત, મહાત્મા ટૉલ્સ્ટોયને એક વાર સંભળાયેલે.
નવવસંતના એ દિવસો હતા.
રશિયાને જીવલેણ શિયાળને સાયબેરિયાના હિમ જેવા પવનો શાંત થયા હતા. જાગીરના સુંદર પ્રદેશ પર, ઊગતા સૂર્યની આછી લાલિમા પથરાતી હતી. ફૂલની વેલ પર પતંગિયાંનાં ઝૂંડ વળગી ગયાં હતાં. વહેલી સવારથી જાગીરના નેકરે પણ કામે લાગી ગયા હતા.
મહિનાઓથી બરફમાં દટાયેલાં ખેતરે, ઉપવને ને કૂવાઓ પર કુદરત ની બહાર જમાવી રહી હતી.