________________
૧૬૬
કંચન ને કામિની
[૩] પચીસ હજારના પાણીએ શેઠે કંકુના કર્યા. મધુ–માલતીની ઉંમર તે કંઈ શેઠને યોગ્ય ન કહેવાય, અને વળી ભણતર કેટલું બધું ! પણ ભણેલી ગણેલી એ છબીલી સુંદરીએ શેઠનું માગું સ્વેચ્છાથી સ્વીકાર્યું. સનાનું આકર્ષણ શું નથી કરાવતું ! હજારે મુફલીસ અને મધ્યમ વર્ગના પ્રેમીઓના વાયદાને કચડીને, જ્યારે તે આ મહાલયના પગથિયે ચડી ત્યારે બધા કહેતા કે મધુમાલતીના સુંદર પગની પાનીને લાલ રંગ મેંદીને ન હતો, પણ એના અનેક ભગ્ન ઘાયલ પ્રેમીઓના ખૂને જિગરનો હતો.
હમણાં છેલ્લા દિવસોમાં મજૂરે પગારકાપ કરવાથી તેફાને ચડેલા કામદારોને સમજાવવામાં શેઠને બહુ રેકાવું પડતું હતું, પણ કામ અંતે સિફતથી પતાવી લીધું ખરું.
મજૂરે કહેતા કે આ જમાનામાં આટલા પગારથી અમારું પૂરું થતું નથી–પણ મજૂરને ક્યાં ખબર હતી કે આટલા ધનથી શેનું પણ પૂરું થતું નહતું. કીડીને કણ જોઈએ, તે હાથીને મણ જોઈએ. એમાં વળી નવાં શેઠાણી ! મેટર, મહેલ ને મોજશોખને વરીને આવેલાં નવાં પત્ની !
મજૂરે આમ તે સમજે એવા બુદ્ધિશાળી નહાતા-પણ શેઠે ચાણક્યનીતિ વાપરી. ચાર નેતાને ખાનગીમાં રાજ ક્ય ને વાત કરી પૂરી * મધુરજનીની પહેલી રાતો અજબ હતી. નવાં પત્નીનું આક. ર્ષણ ગજબ હતું, એથી પણ એમનું અભિમાન ને ઠસે ઔર હતાં. પ્રમીલાને પરમેશ્વર પતિ-આ અભિમાની સ્ત્રીને દાસાનુદાસ બને.
શઠ લગ્નની ખુશાલીમાં પિતાની “એકસ પ્રિયતમાની મુબારકબાદી લેવા ગયા. લગ્નનું જમણ ત્યાં પણ ગઠવાયું હતું. એમાં મોડું