________________
સતી : નવી અને જૂની
૧૬૫ ત્યારે પ્રમીલા પિતાના પતિની આડીઅવળી વાત જાણવા છતાં આંખ આડા કાન કરતી ને કહેતી
“હશે, પુરુષ છે.”
પણ પ્રમીલાની આ સરળતાએ જ પ્રમીલાને પ્રાણ હરી લીધે. એની તાબેદારીએ, શેઠની જી હાએ એનું આકર્ષણ ઓછું કર્યું. જે મજા આકાંક્ષામાં હોય એ તૃપ્તિમાં હોતી નથી. પ્રમીલાએ શેઠની તૃપ્તિનો જ વિચાર સેવ્યો, ને રાજ મિષ્ટાન્ન જમનારની જેમ-અપ્સરા જેવી પત્ની ઘરમાં હોવા છતાં શેનું મન તેના પરથી ઊતરી ગયું. રોજ ને રોજ ભરપેટ મીઠાઈ પણ નમકીન વિના કણ ખાઈ શકયું છે !
ચેઇન્જ ! પરિવર્તન! સ્વતંત્ર પુરુષ માટે એ આવશ્યક છે.
...ને આઠમી સુવાવડે પ્રમીલાના દેહમાથે દેખા દીધે. અર્થાત અન્ય પ્રયોગો કરવા છતાં એ પ્રસુતિ રોકવામાં સફળ ન થયા. શેઠને ભૂંડણની જેમ જણનારી સ્ત્રીથી કંટાળે આવ્યા. એમનું મન પ્રમીલાથી ઉબકી ગયું. હવે પ્રમીલાના સાધારણ પ્રશ્નો સામે ઘુરકિયાં થવા લાગ્યાં ને એકાદ વખત ધોલધપાટ પણ થઈ. પ્રમીલાએ પેટમાં પ્રવેશેલા નવા પ્રાણને જાળવતાં કહ્યું: “હાય પુરુષ છે, ઘણું જંજાળે માથે હેય, એટલે ગુસ્સે પણ થઈ આવે !'
શાન્ત મહાસાગરની જેમ અનેક તરંગની થપાટ ખમ્યા છતાં પ્રમીલા મોટા મનની બની રહી, પણ વિધાન જુદું હતું. એનું સુકોમળ શરીર હવે વધુ ઝીક ઝીલી શકે તેમ નહોતું. સાત બાળકે ને એક નવું વધુ બાળક શેઠને હવાલે કરી પ્રમીલા પતિનું નામસ્મરણ કરતી આરામગાહમાં પોઢી ગઈ.
બહોળી લાગવગવાળા નગરશેઠનું મકાન સ્મશાનના સાથીઓથી ભરાઈ ગયું. સ્મશાનના માર્ગે બધી વાતોમાં એક વાત એ પણ ચર્ચાતી હતી કે, “શેઠ હવે કેના ઘર તરફ મહેરબાની કરશે?”