________________
કંચન ને કામિની બોલાવવા જેવાં ન હોય એની પીઠ બેલાવવી પડે! જેને બૈરી નહિ એને બહેતર જણની ગરજ ! એક સારી સ્ત્રી બહેતર જણની ગરજ સારે.”
સાચી વાત !”
તે બેલે, મારી વાત કબૂલ ? મહાજન બોલાવું ને ગોળધાણું વહેંચાવું? મારી મેનામાં કંઈ કહેવાપણું હોય તે કહે.'
મેનામાં શું કહેવાપણું હતું ! એ તો પૂરી દેખાવડી ને ચબરાક છે. આશા તો પરણી ત્યારે ભૂંડી ઝાંખરા જેવી હતી. વળી મનસુખ તે કારીગર હતો, ધાટને ઘડનારે હતે.
મારી દીકરી તે બગીચાના બુલબુલ જેવી છે. મા થઈને વખાણ કરું એ ઠીક નહિ!”
બુલબુલ શબ્દ મનસુખના હૃદયમાં એક નવો વેગ જન્માવ્યો ! એક રોમાંચ પેદા થયો.
[૪] એક દહાડે વાજાંગાજાં વાગ્યાં. જાન જોડાઈ રમણ-જમણ થયાં, ને મનસુખલાલ પરણું ઊતર્યા. આશાના ભર્યાભાદર્યા ઘરમાં મેના સ્વામિની બનીને આવી.
બંધ ઘરનાં દ્વાર ખુલ્લાં થયાં. અતિથિ-અભ્યાગતને ચપટી આ મળવા લાગે. ચાલ્યાં ગયેલાં કૂતરાં ને ચકલી-કાબરે પણ આંગણુમાં રમતાં થયાં. પરબનાં પાણી છલકાવા લાગ્યાં.
શાણું મેનાએ આવીને ઘર વસાવી દીધું. પુરુષજાત ચંચળ ને ભારે ગરજુ હોય છે. ઘડીમાં જૂની વહુને યાદ કરે, ઘડીમાં નવીને લાડ લડાવે. મન ભૂખ્યું હોય ત્યારે માનવી જુદો, મન ભરાઈ જાય ત્યારે વળી જુદો. ઘડીમાં રાજા રામની જાણે નવી આવૃત્તિ ને ઘડીમાં વળી ગેકુળને કનૈયે !