________________
ચૌદશિયે
૧૫ હૈયે સંતોષ વળ્યો. બોલ્યા: “તમે જે કર્યું એ મારે સવાવીસ છે. અરે, લક્ષ્મી તે હાથનો મેલ છે. આજે છે ને કાલ નથી. આ પછી તેઓ શાન્તિથી પિતાની ભાવિ પત્નીનાં આલંકારિક વખાણ સાંભળવા લાગ્યા.
[૪] લાડકીને ભાઈ મુંબઈમાં ભણતા હતા. એક દૂર દૂરના સગાને ત્યાં રહેતે, અને જમવા પેટે મહિને દહાડે દશ રૂપિયા આપી જમત. લાડકીના સગપણની વાત એણે સાંભળી ત્યારથી એને સંદેહ પિદા થયે હતો. ઓતમચંદ શેઠ એને ઉપકારી હતો, પણ એની નીતિ માટે રમણુકને સારો અભિપ્રાય નહે. એણે એક લંબાણ પત્ર લખી માતા પાસેથી ખુલાસે મંગાવ્યો હતો, પણ ખુલાસાને જે પત્ર આવ્યો તેથી ઊલટે એને વહેમ વધ્યો હતે.
એક દહાડે એકાએક તાર મળ્યો. તારમાં બે શબ્દ હતા. જલદી આવો, ને નીચે “લાડકી'ની સહી હતી.
રમણુક, તાર મળ્યો કે ગાડીએ ચડી બેઠો. એ કાંપમાં આવ્યું. ઓતમચંદ જેવાને આ નવા જુવાનિયાઓને અનુભવ હતો. વાતવાતમાં વિવાહની વરસી કરી નાખે એવાં આ ઉછાછળાં કરાંથી એ ડરતો. તેઓ સ્ટેશન પર જ સામા લેવા આવ્યા હતા. રમણીકને મીઠી મીઠી વાતોથી મનાવી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
રમણીક, હવે તારે હોસ્ટેલમાં રહેવાનું છે, સગાંવહાલાને ઘેર રહીને વિદ્યાર્થીથી શી રીતે ભણી શકાય ?'
“ઠીક છે.” રમણીકે ટૂંકે જવાબ આપ્યો.
તારા માટે કાપડ ખરીદ્યું છે. પણ અહીંના દરજીની સિલાઈ તે તું જાણે છે ને? કોથળા સીવવા હોય તે એમનું કામ. મુંબઈમાં સારા દરજી પાસે સિવડાવી લેજે!”
૧૦